________________
જ છે. એને , પાછળ અનંત કાળનાં સુખે ઉભેલાં છે. પણ જ્યાં ગયા પછી ફરીને જન્મ-મરણ કરવા પડતાં નથી એવા મેક્ષમાં જ સાચું સુખ છે. માટે હું એ સુખો મેળવવા પ્રયત્ન કરી રહે છે. આવા વિષયજન્ય સુખ તે આ જીવે મનુષ્ય લેકમાં અને દેવકમાં અનંતીવાર ભેગવ્યાં છે, છતાં તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી. હે કેશ! તે અત્યાર સુધી તારી કાયાને પાપકર્મોથી અભડાવી છે. તારે પણ આત્માના શાશ્વત સુખ મેળવવા માટે પ્રયત્ન કરવાને છે. માટે તું પણ સમજીને માનવજન્મને સક્ષળ કરી છે. મુનિના વૈરાગ્ય ભય વચનથી કેશાના જીવનનું પરિવર્તન થયું. મુનિએ તેને સમ્યકત્વ પમાડીને બાર વ્રતધારી શ્રાવિકા બનાવી દીધી. - સ્થલિભદ્ર મુનિ કાજળની કોટડીમાં રહયા છતાં કાજળથી લેપાયા નહિ. ચાર ચાર મહિના વિષય ઉત્પન્ન કરે તેવા વાતાવરણમાં મુનિ રહયા છતાં મેરૂની જેમ અડેલ રહી ચાતુર્માસ પૂર્ણ કરી ગુરૂ પાસે આવ્યાં. બીજા ત્રણ મુનિઓ જે જુદે જુદે સ્થળે ગયા હતાં તેઓ સ્થલિભદ્રની સાથે આવી પહોંચે છે. ત્રણ મુનિઓ જ્યારે ગુરૂને વંદના કરે છે ત્યારે ગુરૂ કહે છે “દુકર”. અને થુલિભદ્ર વંદન કર્યું ત્યારે “ દુકકર, દુક્કર, દુકર” એમ ત્રણ વખત ગુરૂ બેલ્યાં. એટલે બીજા મુનિઓને મનમાં થયું કે જોયું? બધેય પક્ષપાત. આપણે ચાર ચાર મહિના વગડામાં રહીને કેવાં કષ્ટો સહયાં, કેવા ઉગ્ર તપ કર્યા છતાં ગુરૂએ કંઈ કદર કરી? અને જેણે વેશ્યાની સુંદર ચિત્રશાળામાં ચાર ચાર મહિના સુધી એકલા માલ પાણી ઉડાવ્યાં છે, એને ત્રણ વાર દુષ્કર- દુકકરદુકકર કહીને આપણું કરતાં પણ કેટલું બધું માન આપ્યું ? જે સપના રાફડા પાસે અને કુવાના પાટીયા ઉપર ચાતુર્માસ કરી આવ્યા તે બે મુનિને મનમાં લાગ્યું, પણ તેમણે ઈર્ષ્યા ન રાખી. પણ સિંહની ગુફામાં ચાતુર્માસ ગયેલા મુનિ મહાન સમર્થ અને જ્ઞાની હતાં છતાં સ્થલિભદ્રનું ગુરૂએ બહુમાન કર્યું તે એમનાથી સહન ન થયું. તે ઈર્ષાની આગથી જલી ઉઠયા. બીજી સાલનું ચાતુર્માસ કોશાને ત્યાં ગાળવાની તેઓ આજ્ઞા માંગે છે. ગુરૂ કહે છે ભાઈ! આમાં તારું કામ નથી. સાધુપણામાં પ્રતિકૂળ પરિષહ જીતવા સહેલાં છે, પણ અનુકૂળ પરિષહ જીતવા કઠીન છે. ગુરૂએ ખૂબ સમજાવ્યા પણ માન્યા નહ. અને કોશાને ત્યાં જાય છે. કોશા પણ ખૂબ ચતુર હતી. એ સમજતી હતી કે વેશ્યાને ત્યાં કંઈ સંતના ચાતુર્માસ હેય નહિ. સ્યુલિ મદ્ર તે મને સાચો માર્ગ બતાવવા આવ્યા હતાં, પણ આ તે સ્થૂલિભદ્રજીની હરિફાઈમાં આવ્યા લાગે છે, મને સ્થલિભદ્ર મુનિએ તે સાચા માર્ગે ચઢાવી છે, તે પણ હું અને તે બરાબર બતાવી દઉં, એમ વિચાર કરી મુનિને ચિત્રશાળામાં ઉતાર્યા. ચિત્રશાળાનું મેહક વાતાવરણ અને કેશા સેળ શણગાર સજી મુનિ પાસે આવીને ઉભી રહે છે, એને નૃત્ય અને હાવભાવ જોઈ મુનિનું મન ક્ષણવારમાં ચલિત થઈ ગયું. ચાર ચાર મહિના સિંહની ગુફા પાસે નિગ્રપણે રહેનારાં મુનિ, કેશાને ત્યાં એક રાત્રિ પણ નિર્વિકારણે પસાર ન કરી
*
.