SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ભથી. કેવી અજબ સંયમની ધારા છે!! આનું નામ જ ખાંડાની ધાર છે, આજે શુલિભદ્ર સુનિ ખાંડાની ધાર પર ચાલી રહ્યાં છે. કેશાએ વાત વિષયની વખાણી, સ્થૂલિભદ્દે હદયે નવ આણી,. . - હું તે પર સંયમ પશણી રેસ્થલિક મુનિ ઘેર આવે. : - જેનું મન વિષયથી વિરક્ત બની ગયું છે તેને પિતાના તરફ આકર્ષવા કેશા ગમે તેટલા પ્રયત્ન કરે પણ મુનિ ડગે ખરા? જેને અમૃતરસની પિછાણ થઈ તે ઝેરને ગ્રહણ કરે ખરા? શુલિભદ્રને વિષય સુખો ઝેર જેવા લાગ્યા છે. કેશાને વિષયની ધૂન લાગી છે. જ્યારે મુનિને સંયમની રઢ લાગી છે. એમણે કેશાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હે કેશા! હું તે સંયમરૂપી પટરાણીને વરી ચૂક્યો છું. જેના ઘરમાં પટરાણી 'હેય તેનું મન મેતરાણમાં જાય ખરું? હવે તું મારી પાસેથી તારા સુખની આશા છોડી દે. હવે મારી દ્રષ્ટિમાં તે ભેગ ભયંકર રોગ જેવાં લાગે છે. અને યોગ એ અમૃત જેવા લાગે છે. કેશા વિષયમાં રક્ત છે. મુનિ વિષયથી અત્યંત વિરક્ત છે. • ! ' જેમ ભક્તામર સ્તોત્રમાં માનતુંગાચાર્ય ભગવાન રાષભદેવની સ્તુતિ કરતાં બેલ્યા છે કે હે પ્રભુ चित्रं किमत्र यदि ते त्रिदशाङनाभि, नीत मनागपि मनो न विकारमार्गम् । कल्पान्त काल मरुता चलिताचलेन, किं मन्दरादिशिखरं चलितं कदाचित् ॥ .... ભક્તામર સ્તોત્ર. ગાથા. ૧૫. !! | - - હે પ્રભુ! દેવાંગનાઓ તમારા ચિત્તમાં જરા પણ વિકાર ઉત્પન્ન કરી શકતી નથી તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? કારણ કે મોટા મોટા પહાડોને કંપાવતા પ્રલયકાળના પવનથી મેરૂ પર્વત તે નહિ પણ એનું શિખર કદી પણ ડોલ્યું છે? " " જેમ પ્રલયકાળને પ્રચંડ પવન વાવા છતાં પણ મેરૂ પર્વતનું એક શિખર પણ ચલાયમાન થતું નથી તેમ અહીં મોહને પ્રચંડ વાયરો વાવા છતાં મુનિના મનમાં પણ વિકાર ન જાગે. કે દઢ વૈરાગ્ય ! એક વખતના કશાની પાછળ પાગલ બનેલા સ્થલિભદ્રનું દઢ મનોબળ જોઈ કેશા પણ આશ્ચર્ય પામી ગઈ. એને ગર્વ ઉતરી ગયે. અહા ! આ મુનિને હું કે માદક આહાર વહેવરાવું છું ! આ ચિત્રશાળાનું વાતાવરણ પણ કેટલું મેહક છે ! છતાં પણ લેશમાત્ર ડગતા નથી. એની આગળ આજે હું દાસ બની ગઈ. એની દૃષ્ટિમાં આ મારા શણગાર તો ભંગાર જેવાં છે. છેલે પણ એ મુનિને પોતાનામાં અનુરક્ત બનવા માટે ખૂબ સમજાવે છે. ત્યારે મુનિ કહે છે કે કોશા! આ સંસારમાં બધા પગલિક સુખે ક્ષણ પૂરતી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy