SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યું છે. અશેક વાટિકામાં સતી સીતાજી એકલા હતાં. ત્રણ ખંડને અધિપતિ રાવણ હાથ જોડીને સીતા પાસે કાકલૂદીઓ કરે છે. પરંતુ સીતા તેને તિરસ્કાર કરે છે. એનું અપમાન કરે છે. તેનાં પ્રલેભનેને ઠેકરે ચઢાવે છે. રાવણની ચમકતી તલવાર જોઈને પણ સીતાજી ડરતાં નથી. દેવાનુપ્રિયે ! સીતાજી પાસે કઈ તલવાર, તોપ કે બંદૂક ન હતાં. એમની પાસે જે કઈ અદ્દભૂત શક્તિ હોય તે બ્રહ્મચર્યની હતી. બ્રહ્મચર્યનું તેજ મહાન છે. એનાં તેજ આગળ બીજા બધાં તેજ નિસ્તેજ બની જાય છે. બ્રહ્મચર્યની શક્તિ આગળ બીજી બધી શક્તિઓને પરાજય થાય છે. બ્રહ્મચર્યના પ્રભાવ વિષે વિજય શેઠ અને વિજય શેઠાણીની વાત તે તમે ઘણી વખત સાંભળી હશે. વિજયશેઠની વાત કોઈ એતિહાસિક વાત નથી. એ સત્ય હકીકત છે. જેનું જીવન આ વિશાળ સાગર જેવું છે. તેનું કોઈ તળિયું નથી કે અંત નથી. એમની જીવનકથાઓ હજારો વર્ષોથી ઉલેચાય છે. છતાંય આ મહાસાગરનાં નીર ખૂટતાં નથી. ભવિષ્યમાં પણ આ મહાસાગરનાં નીર ખૂટે એવી કોઈ શકયતા નથી. - જેના જીવનમાં બ્રહ્મચર્યનું તેજ છે, સદાચારનું બળ છે, ચારિત્રની ચાંદની ચમકે છે તેનું જ જીવન આગળ આવી શકે છે. એવાં પુરૂષોનાં નામે જ ઈતિહાસના પાને અંકિત થઈ જાય છે. દેવેન રાજા ઈન્દ્ર પણ શીયળવંત પુરૂષના ચરણમાં શીર ઝૂકાવે છે. જગતની બધી જ શક્તિઓ બ્રહ્મચારીનું સ્વામીત્વ સ્વીકારે છે. બ્રહ્મચારીને સૌ કઈ વખાણે છે. આપણું દેશમાં ભીષ્મ પિતામહ, સતી સીતા, સાવિત્રી, દ્રૌપદી આદિ મહાન આત્માઓનાં જીવનનાં ઉજવળ આદર્શો વિદ્યમાન છે. એજ દેશમાં અત્યારે ચારિત્રની દરિદ્રતાને પ્રારંભ થઈ ચૂક્યું છે. એ જોઈ મને તો ખૂબ દુખ થાય છે. આપણે દેશ ધર્મપ્રધાન કહેવાય છે. આપણે દેશ અન્ય દેશોને ધાર્મિક દરવણી આપે છે. આવા પવિત્ર દેશમાં આજે ચારિત્રનું પાલન થતું નથી. ભેગવિલાસની જ્વાળાઓમાં લેકે ગળાબૂડ ખૂંચવા લાગ્યા છે. ચલચિત્રોએ દેશમાં ખરાબ વાતાવરણ પ્રસરાવી દીધું છે. નાનાં નાનાં બાળકોની જીભ ઉપર પણ સિનેમાના ગીતોના સૂર સંભળાય છે. છોકરાઓ મા બાપને ગણકારતાં નથી. આ રીતે દેશનું નૈતિક અધઃ પતન થઈ રહ્યું છે. અનાચાર દિવસે દિવસે વધી રહ્યો છે. ક્ષયના જંતુઓની જેમ રાષ્ટ્રના દેહમાં ફૂલતાં ફાલતાં આ અનાચારોને રોકવાની જવાબદારી તમારી પેઢી પર છે. બંધુઓ! આ યુવાની ભેગોની આગમાં હોમી દેવા માટે નથી. યુવાનીના તોફાનમાં પોતાની જાતને બરબાદ કરવા માટે આ જીવન નથી. ભારતવર્ષના ઈતિહાસમાં બે શહેરે ખૂબ પ્રસિદ્ધ છે. એક દ્વારિકા અને બીજી લંકા. એક સમય એવો હતો કે જગતનું બધું જ આશ્ચર્ય દ્વારિકામાં એકઠું થયું હતુ. યાદવોને ઋદ્ધિ સિદ્ધિને પાર નહતાઆખી દ્વારકા નગરી સોનાની બનાવવામાં આવી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy