SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ તિર્થંકરની માતા અને ચક્રવર્તીની માતા ચૌઢ સ્વપ્ન જોવે. વાસુદેવની માતા સાત સ્વપ્ન જોવે. મળદેવની માતા ચાર સ્વપ્ન જોવે. અને માંડલિયની માતા એક સ્વપ્ન જોવે. સિદ્ધાર્થ રાજા કહે છે ત્રિશલાદેવી! તમે તિથ કરને જન્મ આપશે. આ વચના સાંભળી ત્રિશલાદેવીના ઉરમાં અનેરો આન થયા. સ્વપ્નને ધારણ કરીને પેાતાના મહેલે ગયા. સવાર પડતાં સિદ્ધાર્થ રાજાએ આખા ક્ષત્રિયકુંડ નગરને શણગારવા માટે સેવકાને આજ્ઞા કરી. અને મેટામોટા પ`ડિતાને સ્વપ્નનું ફળ જેવા માટે આમંત્રણ આપ્યું, બધા પડિતાનાં ઉરમાં પણ અનેરા આન' છે. સૌ સૌના ઘેરથી નીકળીને બધા એક દરવાજે ભેગા થયા. અને નિય કર્યું કે આપણે બધાએ જુદી જુદી રીતે સ્વપ્નના ફળ જોવા ખરાં પણ જવાબ આપવા માટે એક મુખ્ય પંડિતને નીમા. અને તે જ જવાબ આપે. જો આપણે આપણામાંથી કોઈ એકને મુખ્ય નહી અનાવીએ અને સૌસૌની ઈચ્છા પ્રમાણે 'ડિત બનીને જુદા જુદા જવાખ આપશે તે પરિણામ કેવું ખરામ આવશે ? જે રીતે પાંચસે સૈનિકોનું થયું હતુ તેમ આપણુ' થશે. એમ સમજી અધા એક સ'પ કરીને એકને નાયક મનાવીને સિદ્ધાર્થ રાજાના દરબારમાં ગયા. રાજાએ તેમને ખૂબ સત્કાર કર્યાં. પડિતાએ ચૌદ સ્વપ્નનુ ફળ જોયું અને રાજાને સ્વપ્નનાં ફળ યથાર્થ રીતે કહી સંભળાવ્યા, સ્વપ્નનાં ફળ સાંભળીને સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવી ખૂબ આનંદ પામ્યા. ત્રિશલાદેવી તે સ્વપ્નના ફળને હૃદયમાં ધારણ કરીને યથાચિત રીતે ગભ નું પાલન કરવાં લાગી. સિદ્ધાર્થ રાજાએ પડિતાને પુષ્કળ દાન આપીને એવા ન્યાલ કરી દીધા કે તેમની જિંદગીનું દારિદ્ર ટળી ગયુ. ત્રિશલાદેવી આનંદપૂર્વક ગનું પાલન કરે છે. રાજ્યમાં સત્ર આનંદ વતે છે. પ્રભાતમાં શરણાઈ વાગે છે. અનેક રીતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યારથી પ્રભુ માતાના ગભમાં આવ્યા ત્યારથી રાજ્યમાં ધન ધાન્ય અને ઋદ્ધિની વૃદ્ધિ થઇ રહી છે. આથી માતા પિતાએ વિચાર કર્યાં કે આવેા પુણ્યવાન જીવ આવવાથી આપણા ઘેર અનેક પ્રકારની વૃદ્ધિ થઈ છે માટે આ કુંવરનું નામ વધ માનકુવર રાખીશું'. ભગવત માતાના ગર્ભીમાં રહેલા છે. તેમને એકવાર વિચાર થયા કે મારા હલનચલનથી મારી માતાને દુઃખ થતુ હશે તેમ માનીને પેાતાના અંગાપાંગ સકેાચી લીધા. હલનચલન બંધ કરી દીધું. હજુ તે પ્રભુ ગÖમાં છે છતાં તેમને માતા પ્રત્યે કેટલી લાગણી અને કરૂણા છે! બંધુએ! આજે તમે ઉપકારી માતાના ઉપકારને વિસરી ગયા છે પણ વિચાર કરો. ભગવાને ગર્ભમાંથી જ માતાની કેટલી દયા કરી કે મારા તરફથી માતાને સ્હેજ પણ દુઃખ ન થવુ જોઈ એ.એમ જાણી પ્રભુએ હલનચલન બંધ કર્યુ પણ માતાને મહદશા હોવાથી દ્વિલમાં આધાત લાગ્યા. અરેરે! મારો ગભ ફકત નથી, હાલતા ચાલતા નથી. જરૂર મારા ગભ ચારાઈ ગયા હશે. એમ માનીને રૂદન શા. ૪૪
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy