SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ બીજના દિને પણ જન્મ દિન વાંચીએ છીએ. અને આસે। વદ અમાસને દિવસે એમનો નિર્વાણ દિન ઉજવીએ છીએ. અને એ મહાપુરૂષનાં ગુણગ્રામ કરીએ છીએ. જેમ ઘાર અંધકારમાં સૂર્યના કિરણા બહાર આવવાથી અંધકાર નાશ પામે છે તેમ જગતમાં જ્યારે અજ્ઞાન રૂપી અંધકાર છવાયેા હેાય ત્યારે ઉપદેશ રૂપી જ્ઞાનનાં કિરણા વડે અજ્ઞાનની આંધીમાં પડેલા માનવને ભગવાને જ્ઞાન રૂપ કિરણાથી માગ દશ ન કરાવ્યું. એવા એ તેજસ્વી પુરૂષ કેવા હતા! ભગવાન મહાવીર કયારે થયા? આજે પણ ભગવાનનું શાસન જયવંતુ વતે છે. ભગવાનના ભવની ગણત્રી કયારથી થઈ! એ વિષયમાં આજે ઘણું કહેવાનું છે. ત્રણ ચાર પેઢી થાય એટલે છેકરાએ એમના વડવાઓને ભૂલી જાય છે. જ્યારે ભગવાન મહાવીરને થયાં ૨૫૦૦ વર્ષો થવા આવ્યા છતાં આપણે તેમને ભુલતા નથી. આજે આપણે ભગવાન મહાવીરને શા માટે યાદ કરીએ છીએ ? શું એ રાજકુમાર હતા એટલે ? “ના” વૈભવ વિલાસ કે ઐશ્વર્યથી માણસ પુજનીક અનતા નથી, પણ એમણે સંસાર ત્યાગી સાધુપણું લીધું. જગતના જીવાના કલ્યાણના રાહ મતાન્યેા. ઘાતી કર્માંના ક્ષય કરી ચાર તીની સ્થાપના કરી તે જગતના ઉદ્ધારક બન્યા, તેથી આપણે પ્રભુને યાદ કરીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીના આત્મા પણ નયસારના ભવથી એળખાયા. તે પણુ પહેલાં આપણી જેમ અનંતકાળથી અનંત પુદ્ગલ પરાવત નથી સંસાર રૂપી અટવીમાં ચાર ગતિમાં પરિભ્રમણ કરતા હતા. જીવ અનાદિથી છે તેમ કમ પણ અનાદિથી છે. જીવ અને કર્માંના સંચાગ પણ અનાદિથી છે. ક છે ત્યાં સુધી જીવ જન્મ મરણુ કરે છે. આ ભવભ્રમણથી અટકવાના માર્ગ હોય તે સૌથી પ્રથમ સમ્યગ્દર્શન છે, જે પ્રાપ્ત થાય ત્યારથીજ જીવના ભવની ગણતરી થાય. ભગવાન મહાવીર સ્વામીના આત્માએ નયસાર નામના સુથારના ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યુ. એટલે ત્યારથી તેમના ભવની ગણતરી શરૂ થઈ છે. નયસાર-નામ પણ કેવુ' ગુણનિષ્પન્ન છે ? નય + સાર. જે નયના સાર કાઢે તે નયસાર.. નય એટલે અશ અને પ્રમાણ એટલે સપૂર્ણ નય એટલે અશ. અંશ અપૂર્ણ હાય અને પ્રમાણ પૂર્ણ હાય છે. ભગત્રાન અપૂર્ણાંમાંથી પૂર્ણ અન્યા. આ નયસાર પ્રથમથી જૈન ન હતા. સુથારતા ઘરમાં જન્મ પામ્યા હતા. એના આત્મા પવિત્ર હતા. સરળ હતા. જેનુ હ્રદય પવિત્ર હાય છે તેમાંજ ધરૂપી ખીજ ટકી શકે છે. ही उज्जु भूयस्स, धम्मो सुद्धस्स चिट्ठई । " પોચી અને રસાળ ભૂમિમાં ખીજ ઉગે છે તેમ જ્યાં સરળતા છે ત્યાં ધમ ટકે છે, ""
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy