SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭ આજે સમજાયું કે શબ્દ પર મરી ફીટવું નહિ પણ એને આશય સમજ. ન સમજાય તે નમ્ર બનીને બીજા પાસે સમજી લેવું જોઈએ. તત્વજ્ઞ પુરૂષનાં વચન ગૂઢ તત્વથી ભરેલા હોય છે. જ્ઞાની પુરૂષ મધુર વચનોથી આપણને જગાડે છે. બંધુઓ! પર્વના દિવસે ચાલ્યા જશે આ દિવસોમાં પ્રમાદ ખંખેરી, આંખમાંથી ઉંઘ ઉડાડી જીવનમાં જ્ઞાન દષ્ટિ જગાડે. જ્ઞાનથી જ હેય, રેય અને ઉપાદેયને વિવેક આવશે. જ્ઞાન અને સમજણ વિના આત્મકલ્યાણના સાચા રાહે ચાલી શકાશે નહિ. જ્ઞાનીના વચનથી જ આત્માની રમણીયતાના પ્રભાતને આનંદ માણી શકાશે. જે જાગે છે તે સાધે છે, ઊંઘે છે તે બગાડે છે.” આટલું સમજશે તે આત્મ કલ્યાણ કરી શકશે. પાંચ દિવસમાં અપ્રમત્ત બનીને બને તેટલી ધર્મારાધના કરી લે. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાનનં. ૪૫ ભાદરવા સુદ ૧૫ ને મંગળવાર, તા. ૧-૯-૭૦ શાસ્ત્રકાર ભગવંત, અનંત કરૂણાનીધિ ભગવાન મહાવીરે જગતના જીને પ્રગતિને માર્ગ બતાવ્યું છે. કહેવાય છે કે આજના યુગે ઘણી પ્રગતિ સાધી છે. સુખ અને સગવડના અનેક સાધને યુગે મેળવી આપ્યા છે. આજના યુગે શોધેલા સાધન વડે તમે કલાકના ૬૦૦ માઈલની ઝડપે એટલે કે એક મિનિટમાં દશ માઈલની ઝડપે ગતિ કરી શકે છે ! તમારા કુટુંબીજને ગમે તેટલાં દૂર વસતાં હોય છતાં તેની સાથે તમે વાતચીત કરી શકે છે. થેડા જ કલાકમાં તમે તેને સંદેશ પહોંચાડી શકે છે એટલું જ નહિ પણ તમે તેની પાસે વાયુ વેગે પહોંચી પણ શકો છે. આજે શોધાયેલ છેલ્લામાં છેલ્લી ઢબના યંત્ર વડે માણસનું કામ ઘણું ઓછું થઈ ગયેલ છે. થોડા સમયમાં તે અનેકગણું વધારે કામ કરી શકે છે. યંત્રમાં તમે ઘઉં નાખે એટલે તેમાંથી કચરો સાફ થઈ જાય, દળાઈ જાય છે અને લેટ એક થેલીમાં પિક થઈ જાય છે. યંત્રમાં તમે કાગળને આખો રોલ ચઢાવી દો એટલે તમારે જોઈએ તે માપની થેલીને કાગળ પાઈ જાય. ગુંદર ચડાઈને થેલી તૈયાર થઈ જાય છે. આવા યંત્રની આજે શોધખોળ થઈ છે, આમાં માનવીને દેખરેખ રાખવા સિવાય ખાસ મહેનત
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy