SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ કરપ બેઠા છે ત્યાંથી પસાર થાય છે. બરાબર તે જ વખતે સંન્યાસી બેલે છે. “અગલી ભી અછી હૈ, પિછલી ભી અચ્છી હૈ, બિચલી કો જીત્તે કે માર” આ વાક્યને ભાવાર્થ પિતાપિતાની બુદ્ધિ પ્રમાણે એ ત્રણેએ કર્યો. બ્રાહ્મણ પત્ની અને વણિક પત્નીને ખૂબ હર્ષ થયો કે અમને બંનેને સંન્યાસી બાવાએ સારી કહી. અને રજપૂતાણીને જુત્તા વડે માર મારવાનું કહ્યું. એટલે એને કોલ આવ્યો, કે મને જોગીડાએ એવું કહ્યું! સંન્યાસીને તે કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ ન હતું. એને કોઈને સારા કે ખોટા કહેવાને શું મતલબ હાય ! સંન્યાસીને માટે એ વાક્ય મંત્ર સમાન હતું. પણ એને આશય નહિ સમજવાથી રજપૂતાણીના મનમાં તે મેટું મહાભારત રચાઈ ગયું. અર્થને અનર્થ થઈ ગયે. રજપૂતાણીનું લેહી ઉકળી ઉઠયું. બ્રાહ્મણી અને વાણિયણને સારી કહી અને મને જ ખરાબ કહીને મારું અપમાન કર્યું છે. હવે એ અપમાનને બદલે લઉં તે જ હું સાચી રજપૂતાણી. એમ નિર્ણય કરી બેડું ઉતારીને સૂઈ ગઈ. રસોઈ પણ કરી નહિ. અંગમાં વેરની આગ લાગી છે. એટલે એને ચેન પડતું નથી. બંધુઓ ! આગ લાગે ત્યારે તેને બૂઝવવા શું કરવું જોઈએ? માલ મિલ્કત, દુકાન, મકાન કે તમારી વખારમાં આગ લાગી હોય તે તરત જ ઉપચારો કરો છો. દ્રવ્ય સાધનોને નાશ ન થાય તે માટે તમે ખૂબ તકેદારી રાખે છે પણ અંતરમાં ક્રોધ-માન-માયા-લોભ આદિ કષાયેની જે આગ લાગી રહી છે તેને એલવવાને કોઈ દિવસ વિચાર આવે છે? એના માટે કોઈ ઉપાય કર્યા છે! જે સાધને ક્ષણિક છે તેને સાચવવામાં કેટલી સાવધાની છે ! અને જે સાધને આધ્યાત્મિક જીવનમાં શાશ્વત બની મુક્તિની નજીક લઈ જનાર છે તેને માટે થોડો પણ પ્રયાસ નથી. આંતરિક આગને શમાવવા વીતરાગ વાણીનું પાણી અજબ સહાયક નીવડે છે. એ નીરનું નિર્મળ ઝરણુ જેના જીવનમાં વહે છે તે આત્મા ભવ અટવીને પાર કરે છે. રોમે રોમમાં વ્યાપેલી વેરની વિષમ વાળા રજપૂતાણીને બાળે છે. રજપૂત ઘેર આવ્યું. પત્નીને ખાટલામાં ગોદડી ઓઢીને સૂતેલી જોઈ. પાણીનું બેડું જેમ તેમ પડયું છે. રાઈનું ઠેકાણું નથી. આ જોઈને રજપૂત પૂછે છે. આજે તમને શું થયું છે? શું તમારી તબિયત બગડી છે? ત્યારે રજપૂતાણી કહે છે શી વાત કરવી? જેને પતિ સાથે ક્ષત્રિય છે એની પત્નીનું એક ગીડે અપમાન કરી જાય એ કેમ સહન થાય ? રજપૂતાણીએ રડતી આંખે બધી વાત કરી. વાત સાંભળી રજપૂતનું લેહી ગરમ થઈ ગયું. એણે હાથમાં તલવાર લીધી. બસ, હવે તે એ સંન્યાસીના એક ઝાટકે બે ટૂકડા કરી નાખ. તલવાર લઈને સંન્યાસી બેઠે છે ત્યાં જાય છે. પણ સંન્યાસી પાસે તે ભક્તોની મંડળી જામી છે. સંન્યાસી આત્માની વાતે તેમને સમજાવે છે. રજપૂતે વિચાર કર્યો કે આટલા બધા માણસે વચ્ચે સાહસ કરવું નકામું છે. આ બધા વિખરાય એટલે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy