SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ “ વાકયને અંતે જરૂરત હાય પૂર્ણવિરામની, ધમ શાળામાં મુસાફરને જરૂર વિશ્રામની. વૃદ્ધવયમાં ઝંખના એક જ રહે આરામની, અંત કાલે ઔષધિ અકસીર છે જિન ધર્માંની.” વૃદ્ધાવસ્થામાં શેની જરૂર છે અને તમે શુ કરી રહયાં છે ? એના તમે વિચાર કરો. જિનેશ્વરે બતાવેલા ધમની ઔષધિ છોડી દઈ તૃષ્ણામાં જ તત્પર રહેા છે, તમારે કેટલું ભેગું કરવુ` છે ? દિકરાના દિકરા ખાય તેટલું કમાયા તે પણ હજુ સતષ થયા નહિ. જો તમારે જાગવુ જ હાય તેા જીવનમાં જાગૃતિ લાવવી જ પડશે. મનને તૃષ્ણા તરફથી વાળી તૃપ્તિ તરફ લઈ જાવ. જો તમે તમારા મનને તૃપ્તિ તરફ લઇ જાવ અને આ બધી પળેાજણુ સમજીને નહિ છેડો તે કુદરત તમને છેડાવશે. એકલા આવ્યા અને એકલા જવાનું છે. જાણેા છે છતાં સમજતા નથી, જાગતા નથી. તમને શું કહેવું ! “ જાગી જોને જીવલડા તુ એકલ આવ્યે એકલ જાવું મનસૂબાના ચણે મિનારા, મૃગજળ સુખ કયાં લાગે સારા ચાર દિવસના એ ચમકારા....એકલ આવ્યા એકલ જાવું જાગી જોને જીવલડા.... ,, ખ'ધુએ ! ખાટી આશાના મિનારા ચણી આત્માનું બગડશે નહિ. આત્મ કલ્યાણુંપથના સાચા પ્રવાસી તા એ જ છે કે જે મૃત્યુની ઘડી પહેલાં આત્મ સાધના કરી લે છે. આવી ઉત્તમ સાધના કરવા માટે પ્રભુએ અનેક માર્ગો બતાવ્યાં છે. એ બધુ કરવા માટે જીવે સમજણપૂર્ણાંક ધર્મ કરવાની જરૂર છે. ભગવાન વીતરાગની વાણીનાં એકેક વચના ગૂઢ રહસ્યાથી ભરેલાં છે. એનાં રહસ્યા માનવ ખરાખર ન સમજે તેા અને અન કરી બેસે છે. “અવળી સમજણથી થતા કાધ” એક વખત એક ગામની બહાર કૂવાને કાંઠે એક સન્યાસી બેઠા છે. તે આત્મજ્ઞાનમાં મસ્ત રહે છે. એને ગામના લેાકેાની કે સંસારની કોઈ પરવા નથી. કોઈ એની પાસે આવે તે તત્ત્વજ્ઞાનની વાતા સમજાવે છે. આ સંન્યાસી ત્રણ વાકા મેલ્યા કરે છે, અને એ ખેલવાની સાથે એની સાવધાની પણ ખૂબ છે. કૂવાની સામે જ ઝાડ નીચે આસન લગાવીને બેઠા છે. કૂવાના કાંઠે ગામની અનેક સ્ત્રીએ પાણી ભરવા આવે છે અને જાય છે. એક વખત એવુ' અન્ય' કે ત્રણ સ્ત્રીએ એક સાથે પાણી ભરવા માટે આવે છે. તેમાં આગળ બ્રાહ્મણની પત્ની છે, પાછળ વણિકની પત્ની છે અને વચમાં રજપૂતાણી છે. ત્રણે સ્ત્રીએ કૂવામાંથી પાણી સી'ચી માથે પાણીના બેડાં લઇને સન્યાસી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy