SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં તેમને સાહ્યબી હતી કે નહીં ? (સભામાંથી જવાબ -હતી.) તે એનાથી પણ વધુ તમારે ત્યાં હશે, ખરુંને? એના ચરણમાં તે ઈન્દ્રો અને રાજામહારાજાઓ નમતાં હતાં પણ તમારા ચરણમાં તો તમારી શ્રીદેવી નહીં નમતી હોય. કેઈ બહેનને કહીએ કે તમે તમારા પતિને પગે લાગવાની બાધા લે, તો તરત જ ના પાડી દેશે. આ જીવને અનાદિકાળથી જેટલે બાહા પદાર્થોમાં રસ છે તેટલે અંતરના ઉઘાડ માટે નથી. ઉપાશ્રયે કેઈ બહેન પોષધ કરવા આવી અને પૂછે કે બીજા બહેને આવ્યાં છે? ખબર પડી કે કેઈ નથી, તે કહેશે કે મારે પૌષધ કરી નથી. કેમ બહેન! ૧૩ મહા સતીજીબ છીએ ને ! તે કહેશે કે તમે તેના ભલે છવ્વીસ હે પણ મારા જેવી કઈ ન હોય ત્યાં સુધી મને મઝા ન આવે. કેમ ન મઝા આવે તે તમો સમજ્યા ને? તારી વહુએ આમ કર્યું ને મારી વહુએ આમ કર્યું, જે સમજણપૂર્વક આવી હોત તો એમ વિચાર કરતા કે હું એકલી છું તે વાંચન-મનન વધુ થશે અને સત્સંગ વધુ થશે. જેટલો રસ વિકથામાં છે તેટલે ધર્મકથામાં નહિ આવે ત્યાં સુધી ભવના ફેરા ટળવાના નથી. આજે આપણે મુખ્ય વાત “ઘર”ની ચાલે છે. આજે તે રવિવાર છે, એટલે દશ વાગશે તે વાંધ નહિ, પણ જે દરરોજ લા (સાડા નવ) ના બદલે દશ વાગે વ્યાખ્યાન પૂરું કરું તો તમે પથરણું સંકેલવા માંડશો. એથી ન સમજ્યા તે ઘડિયાળ તરફ નજર કરે અને એથી પણ ન સમજ્યા તો ખુંખારા ખાવા અને આડકતરી રીતે મેઢા સામું જુઓ, છેવટે “ભાવભેદ અવસરે' ની રાહ જુએ, કદાચ આટલું કરવા છતાં બંધ જ ન કરીએ તે કહેશે કે મહાસતીજી તમારું ગળું દુઃખશે. ખરેખર તમે અમારી દયા ખાવ છો કે તમારે ઝટ ઘરે જાવું છે? શું બેલો! આવા શ્રાવકની શી વાત કરવી ! દુકાને બેસી છેતરે ઘરાકને, સ્થાનકમાં ગુરૂને છેતરે, એવા શ્રાવકથી ભગવાન થાકયા તે સાધુથી કેમ સમજાશે કે..વાણુઓ. ભાવ ભેદ અવસરે કહેવાશે કે વાણી, વીંટી પથરણું ઝટ ભાગશે....વાણીયે. મારા રાજકેટના શ્રાવકે ! તમે આવા ન બનતા. એવાં તે અમને ભક્તો મળે છે કે વાત પૂછો મા. અમે કહીએ, દેવાનુપ્રિય ચોમાસુ બેઠું. કંદમૂળની બાધા કરો. રાત્રિભેજનને ત્યાગ કરે, ત્યારે હાથ તે જેડે અને મનમાં શું ધારે “મારે સાજે છૂટ, માં ,” “ ગામ છૂટ, પરગામ છૂટ.” તે પછી બાધા કયાં રહી? કદાચ સંત નો ઉપયોગ ન હોય અને બધા આપી દીધી તે બહાર જઈને હરખાય કે મેં કેવું કામ કર્ય! છૂટનો છૂટ અને બાધાની બાધા. પણ યાદ રાખજો કે... “અન્ય સ્થાને કૃતં પાપં, ધર્મ સ્થાને વિમુચ્યતે ધર્મસ્થાને કૃતં પાપં, વજ લેપે ભવિષ્યતિ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy