SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જડ વસ્તુ છે તે બધી પર જ છે. તેનું રહેવું કે ચાલ્યા જવું એ તારે હાથ નથી. તારું શરીર છે તે પણ પરાધીન છે. જ્યારે પક્ષઘાત થાય છે ત્યારે પત્ની, કુટુંબ, બહેળે પરિવાર રહેવા છતાં પણ પરાધીનતા દેખાય છે ને? તે પક્ષઘાતીને પથારીમાં પડ્યા એ ઝંખના થાય ને કે હું કેઈની પણ સહાય વિના ક્યારે ઉભો થાઉં? તમને પરાધીનતા ખટકે છે ખરી? શરીર તે મારું નહિ. આયુષ્ય હોય ત્યાં સુધી જીવવું અને આયુષ્ય પૂરું થયે મરવું. જીવવું તે ય પરાધીન. મરવું ન ગમતું હોય છતાં મરવું પડે છે આ બધી પરાધીન દશા. ઓ પરાધીન દશામાંથી જાગૃત બનીને દષ્ટિને ફેરવવાની જરૂર છે. અને સર્વ કળાઓ ભલે સંપૂર્ણ ન આવડતી હોય પણ ધર્મકળા શીખવાની અવશ્ય જરૂર છે. ક્રોધ-માન-માયા-લોભ – રાગ - દ્વેષ કરવા એ મારા સ્વભાવમાં તે છે જ નહિ. પણ સમ્યગદર્શન, જ્ઞાન –ચારિત્ર – ક્ષમા, શાંતિ, દયા, સહનશીલતા એ બધા મારા ગુણ છે. જેનાથી જીવને કર્મો બંધાય છે તે બંધ ભાવનાને નાશ કરે તે ભાવને અંત આવે. અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી શકે. ભગવંતે કર્મબંધના પાંચ કારણે બતાવ્યા છે. (૧) મિથ્યાત્વ (૨) અવ્રત (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) અશુભ ગ. આ પાંચ કારણને છેદી નાખે તે મિથ્યાત્વી જીવ પણ કમથી ચૌદમા ગુણસ્થાને પહેંચી જાય. આ જીવ અનંતા કાળથી ચૈતન્ય એવા આત્મદેવને મહિમા ભૂલી ગયો છે અને બેભાન બની બહિવૃત્તિઓમાં ગોથું ખાઈ રહ્યો છે. આ રખડપટ્ટી તેની આજકાલની નથી. દેવાનુપ્રિયે! ભગવંતે કઈ જન્મને વખાણ્યો નથી. જે વખાણ કર્યા હોય તે એક મનુષ્ય ભવના જ કર્યા છે. કારણ કે મનુષ્યભવ કેવી રીતે મળે છે ! “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તે યે અરે ભવચકને, આંટે નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહ રાચી રહો !” મહાન પુણ્યના ઉદયથી આપણને આ માનવભવ મળે છે. હવે આ અમૂલ્ય માનવભવ પ્રાપ્ત કરીને આપણે શું કરવાનું છે એ જ વિચારવાનું છે. તમે બધા વિચાર કરે છે. કમાવવું કેવી રીતે, ઘર કેમ ચલાવવું, નાણાંની વ્યવસ્થા કેમ કરવી એના વિચારે રાત – દિવસ તમારા મગજમાં ઘૂમતા હશે. પણ અમૂલ્ય માનવભવ પ્રાપ્ત કર્યા પછી મારું કર્તવ્ય શું છે ? એને કઈ દિવસ જીવને વિચાર સરખે પણ આવતું નથી. જ્યારે અતિ પુણ્યના થોક ભેગા થાય છે ત્યારે અહીંથી મરીને દેવલેકમાં જાય છે અને પાપ વધે તે જીવ નરકે જાય. અને જ્યારે પુણ્ય ને પાપની સંધિ થાય છે ત્યારે મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy