SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પણ સૂર્યાસ્ત થઈ ગયા પછી અમને બીજું મકાન કહપતું નથી. વળી સચેત પાણીમાં પગ મૂકાય નહિ. તમે પણ અપકાય છની વિરાધના કરીને કોઈ અહીં આવશે નહિ. જે અમારું આયુષ્ય પૂરું થયું હશે તે કઈ બચાવી શકવાનું નથી. એમ મનને મક્કમ બનાવી પિતાના બે શિષ્યાઓ સહિત પાટે બેસી ગયા. અને સ્વાધ્યાયમાં લીન બની ગયા. હવે પાણીને આવવું હોય તે આવે કે જવું હોય તે જાય, કેઈની પરવા નથી. જ્યાં તેઓ સ્વાધ્યાય કરવા લાગ્યા ત્યાં પાણીના પૂર પણ ઓસરી ગયાં. સ્વાધ્યાય-ધ્યાનમાં પણ આટલી શક્તિ છે. હાથમાં સાધન છે, પણ આપણને એટલી શ્રદ્ધા નથી. તેઓ ખૂબ દઢ હતા. સુરતનું ૨૦૧૫નું ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર કર્યો. ત્યાં બીજે ગામ જ તેમને હાર્ટ એટેકની બિમારી આવી. એટલે સુરત પાછા આવ્યા. તબિયત સારી થઈ એટલે ધીમે ધીમે વિહાર કરી તેઓ કઠેર ચાતુર્માસ પધાર્યા. ત્યાં પતે વ્યાખ્યાન આદિ પિતાનું કાર્ય બરાબર કરતા હતા. તેમાં પાછી એકાએક બિમારી આવી. ટૂંકી બિમારી ભેગવી શ્રાવણ સુદ ત્રીજના દિવસે પોતાનાં શિષ્યાઓને પાસે બોલાવી કહે છે, તમે ગૌચરીપાણી પતાવી દે, ત્યારે શિષ્યાઓ કહે છે કે મહાસતીજી! હજુ પાંચ વાગ્યા છે. ગોચરીને હજુ વાર છે. તે કહે છે: નવી ગૌચરી લેવા જવું નથી. જે છે તે પતાવી દે. પછી શિષ્યાઓને પાસે બેલાવી હિત શિખામણ આપી. તબિયત વધારે બગડતાં શ્રાવકને બેલાવ્યા. અને છ વાગે સમાધિપૂર્વક પિતાની જીવનલીલા સંકેલી પિતાના બે શિષ્યાઓને ટળવળતા મૂકી પરલેકે પ્રયાણ કરી ગયા. અમે જ્યારે ૨૦૦૬માં રાજકોટ આવ્યાં ત્યારે તેઓ પણ અમારી સાથે હતાં. અમારા પૂ. ગુરૂષી સહિત અમે ચાર ઠાણ હતાં. તેમને મારા ઉપર અનહદ ઉપકાર છે. તેમને બદલે હું વાળી શકું તેમ નથી. આજે તેમની પુણ્યતિથિના દિવસે આપણે તેમના જીવનમાં રહેલાં ગુણેને યાદ કરી કંઈક ગુણે અપનાવીએ. એ અભ્યર્થના. આ બંને બાળકને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું છે. તેઓ વૃક્ષ ઉપરથી નીચે ઉતરી મુનિના ચરણમાં પડી ગયા છે. હવે તેઓ મુનિને શું કહેશે અને શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૯ શ્રાવણ સુદ ૪ ને બુધવાર તા. ૫-૮-૭૦ અનંત ઉપકારી જિનેશ્વર દેવ શ્રી મહાવીર પ્રભુએ કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા પછી ભવ્ય જેના કલ્યાણના માટે સિદ્ધાંતની પ્રરૂપણા કરેલ છે. સમુદ્રમાં જેમ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy