________________
( ૧૨ ) સત્યવતે-ભય, ક્રોધ, લેભ અને હાસ્યાદિકને વશ થઈ જઈ, હું બેલી જાઉં તે આયંબિલ કરું.
૨૨ અસ્તેયવતે—પઢમાલિયા (પ્રથમભિક્ષા) માં આવેલા જે વૃતાદિક પદાર્થ, ગુરૂ મહારાજને દેખાડયા વગરના હેય તે હું લહું નહિં (વાપરૂં નહિં) અને દાંડે તર્પણ વગેરે બીજાનાં રજા વગર લહું વાપરૂં તે આયંબિલ કરૂં.
૨૩ બ્રહ્મવતે–એકલી સ્ત્રી સંગાતે વાર્તાલાપ ન કરું અને સ્ત્રીઓને (સ્વતંત્ર) ભણાવું નહિં, પરિગ્રહ પરિહારતે એક વર્ષ ગ્ય(ચાલે તેટલીજ)ઉપધિ રાખું, પણ એથી અધિક નજ રાખું. - ૨૪ પાત્રો અને કાચલાં પ્રમુખ પંદર ઉપરાંત નજ રાખું. રાત્રિ
જન વિરમણવ્રતે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચાર પ્રકારના આહારને (લેશમાત્ર) સંનિધિ રેગાદિક કારણે પણ રાખું કરું નહિં.
૨૫ મહાન રોગ થયે હોય તે પણ કવાથ ન કરું, ઉકાળો પીલ નહીં, તેમજ રાત્રિ સમયે જળપાન કરૂં નહિં, અને સાંજે સૂર્યાસ્ત પહેલાની છેલ્લી બે ઘડીમાં જળપાન કરું, તો પછી બીજા અશનાદિક આહાર કરવાની તે વાતજ શી.
૨૬ અથવા સૂર્ય નિહ્ય દેખાતે છતેજ ઉચિત અવસરે સદાય જળપાન કરી લહું, સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહાર સંબંધી પચ્ચ
ખાણ કરી લહું અને અણહારી ઔષધને સંનિધિ પણ ઉપશ્રયમાં રાખું રખાવું નહિં.
તપાચાર સંબંધી નિયમ. ર૭ હવે તપ આચાર વિષે કેટલાક નિયમે શક્તિ અનુસાર ગ્રહણ કરું છું, છઠ્ઠ આદિક તપ કર્યો હોય તેમજ વેગ વહન કરતે હોઉં તે વગર મને અવગ્રાહિતી શિક્ષા લેવી કપે નહિ.
૨૮ લાગલામાં ત્રણ નીવીઓ અથવા બે આયંબિલ કર્યા વગર હું વિગઈ (દુધ દહીં ઘી પ્રમુખ) વાપરૂં નહિં અને જ્યારે વિગઈ વાપરું તે દિવસે પણ ખાંડ પ્રમુખ વિશિષ્ટ સાથે ભેળવી નહિ વાપરવાને નિયમ જાવ જીવ સુધી પાળું.