________________
( ૧૯૩) ૨૯ ત્રણ નવી લાગેલાગ થાય તે દરમિયાન, તેમજ વિગઈ વાપરવાના દિવસે નિવિયાતાં ગ્રહણ કરૂં નહિ વાપરૂં નહિ, તેમજ બે દિવસ સુધી લાગટ કઇ તેવા પુષ્ટ કારણ વગર વિગઈ વાપરું નહિ. - ૩૦ પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીને દિવસે શક્તિ હોય તે ઉપવાસ કરું, નહિ તે તે બદલ બે આયંબિલ અથવા ત્રણનિવિએ પણ કરી આપું.
૩૧ પ્રતિદિન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવગત અભિગ્રહ ધારણ કરવા; કેમકે અભિગ્રહ ન ધારીએ તે પ્રાયશ્ચિત આવે એમ છતડપમાં લખ્યું છે.
વીચાર સંબંધી નિયમ. ૩૨ વર્યાચાર સંબંધી કેટલાક નિયમો યથાશક્તિ હું ગ્રહણ કરૂં છું. સદા સર્વદા પાંચ ગાથાદિના અર્થ હું ગ્રહણ કરી મનન કરૂં.
૩૩ આખા દિવસમાં સંયમ માર્ગમાં (ધર્મકાર્યમાં) પ્રમાદ કરનારાઓને હું પાંચવાર હિતશિક્ષા (શિખામણ) આપું, અને સર્વ સાધુઓનું એકમાત્રક (પરઠવવાનું ભજન) પરઠવી આપું.
૩૪ પ્રતિ દિવસ કર્મક્ષય અથે ચાવીશ કે વીશ લેગસ્સનો કાઉસગ્ન કરૂં, અથવા એટલા પ્રમાણમાં સંગ્રાય ધ્યાન કાઉસ્સગમાં રહી સ્થિરતાથી કરૂં.
૩૫ નિદ્રાદિક પ્રમાદવડે માંડળીને જંગ થઈ જય (માંડળીમાં બરાબર વખતે હાજર ન થઈ શકું) તો એક આયંબિલ કરું. અને ચંડ સાધુ જનની એક વખત વિશ્રામણ વૈયાવચ્ચ નિચે કરૂં.
૩૬ સંઘાડાદિકને કશો સંબંધ ન હોઇ તે પણ વધુ શિષ્ય (બાળ) અને ગ્લાન સાધુ પ્રમુખનું પડિલેહણ કરી આપું, તેમજ તેમના ખેલ પ્રમુખ મલની કુંડીને પરડવા વિગેરે કામ પણ હું સ્થાશક્તિ કરી આપું. -
સમાચારી વિષે નિયમ ૩૭ વસતિ (ઉપાશ્રયસ્થાન) માં પ્રવેશતાં નિરીહી અને તેમાંથી નીકળતાં આવરૂહી કહેવી ભૂલી જાઉં તેમજ માર્ગમાં પિરાતાં કે નિસરતાં પગ મૂંજવા વિસરી જાઉં તે (યાદ આવે તેજ સ્થળે) નવકાર મંત્ર ગણું,