________________
( ૧૭૬ )
આરાં કું ઉપદેશ દેત આપે કુરીતે રેત, પુગે નહિં હાશ જેમ દાડાયા ઘેાડા કાટકા; કહે રીષ લાલચંદ સુના હા ભવિક ત્રă,
ધેાખી કે કુતરા નહિ ઘરકા કે ઘાટકા. ॥ ૧ ॥ નહિ નવકારસી પેરિસી, નહિ ભણવાના ખપ, લીધાં ઝાળની પાતરાં, આવીજ ઉભા પ. વળી જે જ્ઞાન, ધ્યાન, તપ, જપ આરાધને ઉદ્યમ કરતાં નથી તેમને તેા હરાયા ઢાર જેવા કહ્યા છે. છપ્પા.
વગર મહેનતે ખાય પારકા માગી મેવા, વગર મહેનતે ખાય હરાયા સાંઢા જેવા; જીવે પારકુ ખાઇ દિલના ડાળ વધારે,
દિલમાં દાન બુરી હાથમાં માળા ધારે. એ માલ પારકા ખાઈને મનમાંહે હરખાય છે, દુનિયા મૂર્ખ બની એને મહીં આપે જાય છે. આવી રીતે લેાલુપતાથી ખાધેલેા ખારાક, ઘણા દુ:ખ દેવાવાળા થાય છે કહ્યું છે કે
શ્રાવક કેરા રોટલા, ઢા દે। હાથકા દત, કિરિયા કરશે તેા ભલે, નહિંતા ખેચે અંત.
માટે જ્ઞાન, ધ્યાન, તપ, જય આદિક ધર્મ કરણીમાં તત્પર રહેવું તેજ આત્મહિત કહેવાય.
સાધુ–દાન પારણા પરભાવનાદિને પ્રશસે, પણ નિષેધે નહી. સાધુ–છરી, ચાપુ, સુડી, ખડીયેા કલમ, કાતર, વિગેરે પાસે રાખે નહી, તે આચારંગ, ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યુ છે.
સાધુ–૧૨ વસ્તુ સાતરની ભાગવે નહી, તે ( અશનાદિ ૪ પાયપૂણા, વસ્ત્ર, પાત્રાં, કાંબળી, સુઇ, કાતર, નયણી, કાન કારણી) તે ઠાણાંગ સૂત્રને બૃહત૫માં કહ્યુ છે.
સાધુ ગૃહસ્થને વંદાવા જાય નહી, તથા તેડાવે પણ નહી, તે સૂયગડાંગ વિગેરેમાં કહ્યુ છે.
સાધુ ગૃહસ્થ સાથે ચીઠી કાગળ દેવે નહી, તે નિશિથ સત્ર તથા દશ વૈકાલિકમાં કહ્યુ છે.