________________
( ૧૭૭ )
સાધુ-સાધ્વીયે એક ઠેકાણે વધુ રહેવાથી રાગ બંધાય તેમ પ્રીતિનું કારણ થાય, માટે વધુ રહેવું નહિ–હ્યુ છે કેસ્ત્રી પીયર નર સાસરે, સંયમીયા સ્થિરવાસ; એતાં હોય અળખામણા, જો માંડ સ્થિરવાસ. વહેતાં પાણી નિર્મળા, ખંધ્યા ગંદા હાય; સાધુ સન્ના ભમતા ભલા, ડાઘ ન લાગે કાય. સાધુને વિહાર એ પ્રકારના છે, એક ગીતાનો અને ખીજો ગીતાનિશ્રાના તે શિવાય ત્રિજો વિહાર નથી.
વળી વિહાર વસે દેવ દર્શનાદિના લાભ થાય, સંયમ સચવાય, તેમ ઉપદેશાદિકે અન્ય જીવાને પણ લાભ મળે.
સાધુ ગૃહસ્થ પાસે વૈયાવચ ( ચંપી આદિક ) કરાવે નહીં, તેમ તેની પાતે પણ કરે નહીં. તે દશવૈકાલિક તથા નિશિથ સૂત્રમાં ને આચારાંગમાં કહ્યું છે.
સાધુ-સાધ્વી સાથે વિહાર કરે નહી, તે સૂયગડાંગ તથા દેશવૈકાલિકમાં કહ્યુ છે.
સાધુ-ગૃહસ્થને સાથે રાખે નહી, તેમ ફેરવે નહી, તે આચારાંગ દ્વિતીયશ્રુતસ્કંદમાં કહ્યું છે.
સાધુ–ગૃહસ્થ તથા અન્યતીથી સાથે વિહાર કરે નહી, તે ઉત્તરાધ્યયન તથા આચારાંગ દ્વિતીય શ્રુતસ્થએ કહ્યુ છે.
સાધુ–પાટ, લંગ, સરાગ ભાવે કૃત ભાગવે નહી, તે ભગવતી ૧૮ તુંગીયા નગરી શ્રાવિકાધિકારે ને રાયપશ્રેણી સૂત્ર મધ્યે કહ્યું છે. સાધુ-નિમીત, જ્યાતિષ, મંત્ર, નક્ષત્ર, સ્વપ્ન, વશીકરણુ, ચેગ, ઔષધાદિ લક્ષણ, મૂળ વિગેરે કહે નહી, તે ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિકમાં કહ્યું છે.
સાધુ–દ્વાર વાસે ઉઘાડે નહી, તે ઉત્તરાધ્યયનના ૩૫ અધ્યયનમાં અને સૂયગડાંગ દ્વિતીય અધ્યયનમાં કહ્યું છે.
સાધ્વીએ તો ઘણા ભયાદિક કારણના લીધે રાત્રિયે અવશ્ય વસ્તિદ્વાર બંધ કરવાં અને જિનકલ્પિ સાધુ સર્વથા દ્વાર બધ નજ કરે, પશુ સ્થવિર કલ્પિ સાધુ તે કારણે યત્નાવડે વસતિદ્વાર બંધ કરે. તે ગૃહપ ભાષ્યમાં મ્હેલ છે.