________________
(૧૭૧ ). ભીનમાલ–(શ્રીમાળનગર) અહીયાં –૮ દેરાસર છે. શ્રાવકનાં ઘર ૪૦૦ ના આશરે છે, ચાર-પાંચ ઉપાશ્રય છે, અહીયાં વીરનિર્વાણ પછી ૩૦ વર્ષે સ્વયંપ્રભસૂરિએ રજપુતેના વિશાશ્રીમાળીની સ્થાપના કરી તે આ સ્થળ છે, તે આબુથી ૨૦ ગાઉ થાય છે.
સાર–અહિં કેરંટના નાહડ મંત્રીએ સતરમા પટ્ટધર વૃદ્ધદેવસૂરિના ઉપદેશથી એક કેરંટમાં અને બીજું સત્યપુર (સાચેર)માં જિનમંદિર બંધાવ્યા, અને બનેમાં શ્રી મહાવીર સ્વામીના બિંબે વીર સં. પલ્પ અને વિક્રમ સં. ૧૨૫ માં પધરાવ્યા. તેમણે કુલ ૭૨ મંદિર બંધાવી ગુરૂશ્રીના હસ્તક પ્રતિષ્ઠા કરાવી ઘણે સારો લાભ લીધો છે.
જાલેર–અહિયાં ગામમાં નવ મંદિર અને ગઢ ઉપર ત્રણ મંદિરે મળી કુલ બાર મંદિર છે, દેરાસરે રમણીય અને તીર્થરૂપ છે, અહિયાં ઊપાશ્રય ધર્મશાળાઓ વગેરે છે.
રામસેણુ-અહિયાં અષભદેવ તથા ચંદ્રપ્રભના મંદિરની પ્રતિષ્ઠા વીર સં. ૧૪૮૦ અને વિક્રમ સં. ૧૦૧૦ માં વડગચ્છ સ્થાપક છત્રીશમા પટ્ટધર શ્રી સર્વદેવસૂરિએ કરી છે, તે સાથી ૧૨ ગાઉ થાય છે, ત્યાં ૮-૧૦ શ્રાવકના ઘરે છે.
ભીલડીયાજી–આ પાર્શ્વનાથજીની પ્રતિમાજીને શ્રેણિક રાજાએ સ્થાપેલી, તેની પ્રતિષ્ઠા શ્રી ગૌતમસ્વામીના હાથે થઈ કહેવાય છે, આ બારમા સૈકા સુધી તામ્રલિપ્ત નગર હતું, ત્યારપછી ભીમપલી નામ પડયું, જ્યારે વિકમ સં. ૧૩૪૪ માં ૪૭ મા પટ્ટધર સમપ્રભસૂરિના કહેવા પ્રમાણે, આ નગર ભાંગ્યું ત્યારે ભયના લીધે પાશ્વનાથજીને ભેંયરામાં પધરાવેલા છે, પ્રતિમાજી ચમત્કારી છે, ફરીથી સં. ૧૮૭૨ માં મેતા ધર્મચંદ કામદારે જેની ભીલીયા અટક છે, એવા અણુદા બ્રાહ્મણ પાસે લીલી ગામ વસાવરાવ્યું, ને રાજકર માફ કરાવરા, ઘસાથી ઉત્તરે સાત ગાઉ થાય છે, અહી સં. ૧૧ ના લેખની પ્રતિમાઓ, કુવા વિગેરે ઘણું નીશાનીઓ છે, અહીંથી રામસણ બાર ગાઉ થાય છે, અહીંથી ત્રણ ગાઉ જસાલી ગામ છે, ત્યાં અષભદેવના પ્રતિમાજી છે, તે ચમત્કારી છે, બંને વહિવટ સા મહાજન કરે છે.