________________
( ૧૭૦) આબૂ–અહીં રૂા. ૧૮૫૩૦૦૦૦૦ ના ખરચે સં. ૧૦૮૮માં બંધાવેલ વિમળશાનું, અને ૧૨૫૩૦૦૦૦૦ ના ખરચે સં. ૧૨૮૭માં બંધાવેલ તેજપાળનું, આ બે ઉતમ કારીગરીના છે, ત્રીજું પીતળના પરધરનું ફરીથી સં. ૧૫૩૫ માં પ્રતિષ્ઠા થયેલ ભીમાશાનું, (કેઈ તેમને ભેંસાશાહ કહે છે,) ચેાથે ત્રણ માળનું પાર્શ્વનાથજીના ચૌમુખજીનું, સં. ૧૫૧૫ નું મંડલિક સંઘવીનું, પાંચમું મહાવીર સ્વામીનું એમ પાંચ દેરાસરે છે.
અવિચળગઢ–અહીયાં બે માળમાં ધાતુના ચૌમુખજી છે, તે સં. ૧૫૬૬ માં સહસા અને સુરતાન બે ભાઈએ પધરાવ્યા છે, ધાતુના કુલ ૧૪ બિંબ છે, અહીંથી આબુ તરફ જતાં થોડાક દૂર જઈયે એટલે ડાબી બાજુએ રસ્તામાં કુમારપાળનું બંધાવેલ શાંતિનાથનું મંદિર છે, પ્રતિમાજી રમણીય છે.
કુંભારીયા–પહેલાં તે આરાસણ નામનું મોટું નગર હતું. ખરેડથી આશરે ૧૨ કોશ છે, પહાડપર ચડતાં પહેલાં અંબાદેવીનું મંદિર અને તે પછી એક કેશ દૂર કુંભારીયા તીર્થ છે. ત્યાં મેટા પાંચ મંદિરે છે. મોટું મંદિર શ્રી નેમિનાથજીનું છે, તે કોઈ રાજા તરફથી બંધાયુ હોય એમ લાગે છે. તેની પ્રતિષ્ઠા ૪૧ મા પટધર શ્રી અજિતદેવસૂરિ હસ્તક સં. ૧૨૦૪ આસપાસ થઈ છે, બાકીના ચાર મંદિરે શ્રીમાળી તેમ પરવાડ વિમળશાહ વિગેરે ગ્રહસ્થાના બંધાવેલાના લેખો છે.
સહી –અહિંયાં ૧૫ દેરાસર છે, તેમાં ૧૩ દેરાસર તે એકજ લાઈનમાં છે, ત્યાંને દેખાવ ભવ્ય અને રમણીય છે, આ એક મહાન તીર્થરૂપ છે, તિહાં ૮-૧૦ ઉપાશ્રય ધર્મશાળાદિ છે, અહીં સં૧૯૮૭ ની સાલમાં ચૌમુખજીના દેરાસરને મંડ૫ સુધારતાં એક ભેંયરામાંથી ૬૦ પ્રતિમાજી નીકળ્યા છે
બામણવાડા-અહિં એક મોટું રમણીય પર દેરીનું મંદિર શ્રી મહાવીર સ્વામીનું છે, તેમ ધર્મશાળા વિગેરે છે, ફાગણ સુદ ૧૧-૧૨-૧૩ માટે મેળો ભરાય છે.
વીરવાડા–અહિં બે મંદિર એક પર દેરીનું ગામમાં અને બીજુ ગામ બહાર છે, તેમ ધર્મશાળા ઉપાશ્રયાદિ છે.