________________
(૧૩). ચકીના અઠ્ઠમ-અઠ્ઠમ તેર ચકી કરે, દિગવિજયના કામ;
નીચે નિહાળે એહને, સૂચજો સાર તમામ. ચક્રવર્તી છ ખંડને દિવિજય કરે ત્યારે ૧૩ અઠ્ઠમ કરે તે.
૩ માગધ, વરદામ અને પ્રભાસ એ ત્રણ તીર્થના દેવના. ૨ સિંધુ અને ગંગા એ બે દેવીના. ૧ વૈતાઢ્ય પર્વતના દેવને. ૨ તમિસા અને ખંડપ્રપાત એ બે ગુફાના અધિપતિ
કૃતમાલ અને નાટ્યમાલ એ બે દેના. ૧ લઘુહિમવાન પર્વતના દેવને. ૧ વૈતાઢ્ય પર્વતના વિદ્યાધરને ૧ નવ નિધાનના દેને. ૧ રાજધાનીની દેવીને. ૧ અને તેરમો તે રાજ્યાભિષેક અવસરને.
ચૌદ વસ્તુ વર્ણન. તીર્થકરની માતાએ જોયેલ ૧૪ સુપન. વૈદ સુપન-વારણ વૃષભ સિંહ અને, “લક્ષમી બે પકુલમાલ;
કચંદ્ર સૂરજ ધ્વજા “કળશ, પદ્મસરેવર ચાલ ૧૧ખીરસમુદ્રદેવવિમાન, ૧૩રત્નઢગ ૧૪નિધૂમ આગ;
જુવે સુપન તે ચૌદ શુભ, જિનમાત મહાભાગ. એ પ્રમાણે સુપનને કેમ કહ્યો, તેમાં ફરક એટલે કે મરૂદેવા માતા પ્રથમ સુપને વૃષભ દેખે અને ત્રિશલા માતા પ્રથમ સુપને સિંહ દેખે.
સુપનની વધુ સમજ. શાસ્ત્રોમાં મૂળ સુપન ૭૨ પ્રકારનાં છે, તેમાં ૪૨ પ્રકારનાં સુપન અશુભ છે, અને ૩૦ પ્રકારનાં સુપન શુભ છે, તે ત્રીશ પ્રકારનાં સુપનમાંથી તીર્થકરની માતા ઊપર કહી આવ્યા તે ચૌદ સુપન ચેખાં શુદ્ધ દેખે, અને ચક્રવર્તીની માતા તે ચૌદ સુપન કાંઇ ઝાંખા દેખે, વાસુદેવની માતા સાત સુપ, બળદેવની માતા ચાર અને મંડલિકની માતા એક સુપન દેખે