________________
( ૮૩ )
૩ અનનુષ્ઠાન કયા-કેઈપણ ફળની ઈચ્છા ન હોય, પણ સંમૂછિમની પ્રવૃત્તિ જેમ શૂન્યચિત્તે ક્રિયા કરવાથી, કાયકલેશાદિ હેતુથી, કેવળ અકામ નિર્જરા થાય છે, પણ ઉપયોગના અભાવે મેક્ષના સાધનરૂપ સકામ નિર્જરા થતી નથી.
૪ તક્રિયા-ઉત્તમ અનુષ્ઠાનના ગે થતી કિયા તબ્ધતુ કહેવાય, અને તે અમૃત ક્રિયાની પ્રાપ્તિ કરાવી આપનાર છે.
૫ અમૃતક્રિયા-શ્રી વીતરાગ પ્રભુએ કહેલા ઉત્તમ માર્ગ પ્રતિ વહેતી તીવ્ર શ્રદ્ધા, સર્વ આત્મપ્રદેશે કુરાયમાન વર્ષોલ્લાસ, પરમાનંદ રસથી હર્ષાશ્રુ અને વિધિના પરમ આદર સાથે કેવળ મેક્ષની અભિલાષાથી થતી કિયા તે અમૃતકિયા કહેવાય છે.
ક્રિયાશુદ્ધિની પાંચ અવસ્થા પ્રણિધાન પ્રવૃતિ વિજ્ય, સિદ્ધિ અને વિનિયોગ, પાંચ અવસ્થા પાળક ઝટ, સાધે શુભ સંગ.
૧ પ્રણિધાન–એટલે મન-વચ-કાયની એકાગ્રતા કરવી, આપણે જે કિયા કરવાના હેઈએ તેમાં મનને જોડવું, ને તેની સાથે વચન તથા કાયનું પણ જોડાણ કરવું, તેમાં બીજી અગવડે આવે છે તથા તેને લગતી શક્તિ અને સાધનનું ને ઠેઠ સુધી પહોંચીશ વિગેરે વિગેરે વિચારવું, એ પહેલી અવસ્થા ૨ પ્રવૃત્તિ સાધન– તે બરાબર વિધિવિના અને એકાગ્ર થયા વિના, સંપૂર્ણ સફળ થાય નહિ. જેમ જેટલી સારી ખાવી હોય તે ઘઉંના પાકથી તે છેક રેટલી ખવાય ત્યાં સુધીની દરેક ક્રિયામાં પૂરતું ધ્યાન અપાય તે રેટલી સારી ખવાય છે, તે જ રીતે ધાર્મિક ક્રિયાની પણ દરેકે દરેક ક્રિયા વિધિપૂર્વક, જ્ઞાનપૂર્વક, પૂર્વાપરીભાવપૂર્વક, પદ્ધતિસર અને છેક અંતિમ હદ સુધીના તમામ અંગોમાં વિગતવાર વ્યવસ્થા જાળવતા જઈએ, ત્યારે જ તે ક્રિયા સફળ થાય, એ રીતે પ્રયત્ન કરે તે બીજી અવસ્થા.
૩ વિજય કેઈ પણ ક્રિયા કે કામ કરતી વખતે અનેક વિદ્ગો આવવાને સંભવ છે, તેથી વખતે મન પાછું પડે,