________________
સ્વ. હીરાચંદભાઈ ઠાકરશી શાહનો
ટુક જીવન પરિચય ચોટીલા (કાઠીયાવાડ) ના સ્થા. જૈન સમાજમાં એક યશસ્વી, ધાર્મિક અને પ્રેરણાત્મક જીવન વિતાવી જનાર સ્વ. શ્રી હીરાચંદભાઈ ઠાકરશી શાહને જીવન પરિચય આ ધાર્મિક કથાનકવાળાં પુસ્તક્માં આપતાં અમેને ઘણોજ આનંદ થાય છે. આપણે આપણું પૂર્વજોનાં રસાત્મક ધામિક જીવન વૃત્તાતો વાંચીએ, તે સાથે આધુનિક યુગના કો' વિરલાઓ પણ એ મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણાની મીઠી સુવાસ લઈ પિતાનું જીવન સુવાસિત બનાવી શકે છે, એ જાણવા માટે જે આપણે ઉઘુક્ત થઈએ તો, પ્રાચીન અર્વાચીન ચરિત્રના મેળથી આપણને વધારે પ્રેરણું મળે એ સ્વાભાવિક છે. - ચોટીલામાં શ્રી ઠાકરશી મોતીચંદનું કુટુંબ જાણીતું છે. શ્રી. હીરાચંદભાઈ, રાયચંદભાઈ અને નેમચંદભાઈ એ તેમના સુપુત્રો છે. જેમાંના શ્રી રાયચંદભાઈ હાલ ચોટીલામાં અને શ્રી નેમચંદભાઈ કલકત્તામાં કાપડનો ધિક વ્યાપાર કરી રહ્યા છે. તે સાથે આ બંને સજન ધર્મકાર્યમાં પોતાનો યથાશક સુંદર ફાળો આપી રહ્યા છે.
સૌથી મોટા શ્રી હીરાચંદભાઈ હતા, તેમને જન્મ સં. ૧૯૪૬ ના ફાગણ સુદ ૧૩ ના રોજ ચેટીલામાં થયો હતો. તેમના માતુશ્રી મેથીબાઈ હાલ હયાત છે. વૃદ્ધ ઉંમર છતાં તેમની ધાર્મિક ભાવનાઓ
અતિ પ્રશંસનીય છે. તેમના પિતાશ્રી પણ ધર્મસંસ્કાર અને ધાર્મિક ઉચ્ચ વિચારેથી દિત હતા. આમ માતાપિતાના સુસંસ્કારો પુત્રમાં ઉતરે, એ સહજ ક્રમાનુસાર સગત હીરાચંદભાઈમાં પણ ધાર્મિક સંસ્કારો સારી રીતે વિકાસ પામ્યાં હતાં.
ધર્મભાવનાની સાથે તેમનામાં ધંધાની સાહસિકતા પણ ઘણી સારી હતી. ગુજરાતી અભ્યાસ પૂરો કરી તેઓ ચેટીલાની પોતાની કાપડની દુકાનમાં જોડાયા, અને ધીરે ધીરે તે વ્યવસાયને સારી રીતે ખીલ; એટલું જ નહિ પણ તેમણે વડિલ બધુ તરિકેની પિતાની ફરજ અદા