________________
અર્પણું
આ
જ
ન
શ્રીયુત સ્વધર્મનિષ્ટ રા. રા. નેમચંદભાઇ ઠાકરશી શાહ.
ચેટીલા.
મુરબ્બીશ્રી !
જૈન આગમમાંથી તારવેલાં જૈન મહાપુરુષ અને સન્નારીએનાં જીવનચરિત્રને આ સંગ્રહ-ગ્રન્થ કોને અર્પણ કરવો, એ વિકટ પ્રશ્નનો ઉત્તર મેળવવાની વિચારમાળા દરમ્યાન મને આપને પરિચય થયો. એ પરિચય દ્વારા હું જાણું શક, કે આપને જેન ધર્મ પ્રત્યે અવિરત પ્રેમ છે. જેને સાહિત્યકારોને ઉત્તેજન આપી જૈન સાહિત્ય વિકાસમાન થયેલું જોવાના આપ સુંદર અનેર સે છે, એટલું જ નહિ પણ સમય સમય પર આપ સાહિત્યકારોને ઉત્તેજન આપી સક્રિય સાથ આપો છો.
વળી આપ ધંધાર્થે કલકત્તા જેવા દૂરના ક્ષેત્રમાં વસતા હવા છતાં, આપ આપનું ધાર્મિક નિત્યકર્તવ્ય–સામાયિક, પ્રભુસ્મરણાદિ અખ્ખલિતપણે બજાવ્યે જાવ છે, તેમજ આપ કલકત્તાના સ્થા. જૈન સંધમાં હમેશાં આગેવાનીમાં ભાગ લઈ ભગવાન મહાવીરના શાસનરક્ષણમાં સુંદર ફાળો આપી રહ્યા છો. એ વગેરે આપના ઉદાર અને પ્રશંસનીય કાર્યોથી આકર્ષાઈને “જેનાગમ કથાકેષ” નામનું આ પુસ્તક હું આપને પ્રેમપૂર્વક અર્પણ કરી કૃતાર્થ થાઉં છું.
–જીવનલાલ.