________________
શ્રી કષસૂત્રસ્ય બાલાવબોધઃ
પૂર્વ દિશાર્વે મહદ્ધિક ચાર દેવીઓને વસવાનાં ચાર કમલ છે, તથા વાવ્ય કેણ, ઉત્તર દિશિ, અને ઈશાનકેણ, એ ત્રણે દિશાયં દેવીના સામાનિક દેવતાને વસવાનાં ચાર હજાર કમલ છે, તથા શ્રી દેવીની અત્યંતર પર્ષદાનાં જે આઠ હજાર ગુરૂ સ્થાનીય દેવતા છે, તેને વસવાનાં આઠ હજાર કમલ, અગ્નિ કેણું છે, તથા મધ્ય પર્ષદાના દશ હજાર મિત્ર સ્થાનીય દેવતાને વસવાના દશ હજાર કમલ, દક્ષિણ દિશાયું છે, તથા શ્રી દેવીનાં બાહ્ય પર્ષદાના કિંકર
સ્થાનીય બાર હજાર દેવતાને વસવાનાં બાર હજાર કમલ, નૈઋત કેણું છે, અને શ્રી દેવીના હાથી, ઘોડા, રથ, પાયક, મહિષ, નાટય, ગંધર્વ, એ સાત કટકના સ્વામીને રહેવાનાં સાત કમલ, પશ્ચિમ દિશાર્યો છે. હવે ચારે દિશિને વિષે લક્ષ્મી દેવીના અંગરક્ષક શેલ હજાર દેવતાને વસવાનાં શોલ હજાર કમલ, તે ત્રીજા વલયની ચાર દિશિ માંહેલી પ્રત્યેક દિશિને વિષે ચાર ચાર હજાર કમલ કરતાં શોલ હજાર કમલ છે. તથા ચેથા વલયને વિષે શ્રી દેવીના અત્યંતર આભિગિક બત્રીસ લાખ દેવતાને વસવાનાં બત્રીસ લાખ કમલ છે. તથા પાંચમા વલયને વિષે શ્રી દેવીના મધ્યમ ચાલીશ લાખ આભિગિક દેવતાનાં ચાલીશ લાખ કમલ છે. તથા છઠા વલયને વિષે શ્રી દેવીના અડતાલીશ લાખ બાહ્ય આભિ
ગિક દેવતાનાં અડતાલીશ લાખ કમલ છે. એવં મૂલ કમલ સહિત સર્વ મલી છ વલયનાં એક કોડ, વીશ લાખ, પચાશ હજાર, એક ને વશ કમલ જાણવાં. તે કમલનાં માન મુખ્ય કમલથી માંડી અનુક્રમેં અદ્ધ અદ્ધ પ્રમાણ લેવાં.