________________
૬૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ:
હું કેને શરણે જાઉં? એ વિચાર કરી સુસુમાર નગરને વિષે પ્રતિમાસ્થિત શ્રી મહાવીરની સમીપ જઈ વંદન પૂર્વક છે કે હે ભગવન! તમારા પ્રસાદથી હું ઈંદ્રને પણ જીતીશ. એ પ્રમાણે પ્રાર્થના કરી લાખ યેાજન પ્રમાણ વિસ્તીર્ણ શરીર કરી પગથી ધરતી કંપાવતો, હાર્થે તાલેટા પાડતો, મેઘની પેરે ગાજતે. બીજલીની પેરે ઝબકાર કરતો, તિષચકને ત્રાસ પમાડતે, દેવતાઓને ભયભ્રાંત કરતો, દેવીએ બીહીતી થકી દેવતાઓને ગલે વલણીઓ એ પ્રકારને કોલાહલ કરતે, પરિવાયુધ ફેરવતે, ગર્વે કરી અંધ થઈ સૌધર્મેદ્ર સન્મુખ ધા. પછી પિતાને એક પગ સીધર્માવલંસક વિમાનની વેદિકાને વિષે અને બીજો પગ સુધર્મ સભાની ઉપર રાખી પરિવૅ કરી ઈદ્રકલ ઉપર તાડન કરી અનેક પ્રકારે ઇંદ્રને આક્રોશ કરવા લાગ્યો. સૌધર્મેન્દ્ર પણ અવધિજ્ઞાને જોયું અને જાયું કે એ તે ચમરિઓ અડધો ઘડો ભર્યો ઉછલે છે તે હવે એને હું શિક્ષા આપું ? એમ વિચારી અગ્નિયે જલતું, હજાર દેવતા ઉપાડયું ન જાય, એવું દેદીપ્યમાન વજ, ચમરીયા ઉપર મૂકયું. ચમર પણ પોતાની પાછલ આવનારા વજને જોઈ નીચું મુખ કરી અસમર્થ થઈ વિસ્તાર કરેલા પોતાના શરીરને ઉપસંહાર કરી “શરણું શરણું” એવું બોલી કુંથુઆ જે સૂક્ષ્મ થઇ, શ્રી મહાવીર સ્વામીના ચરણની વચમાં પ્રવેશ કરતા હો અને પ્રભુના ચરણથી ચાર અંગુલ દૂર ભમે છે. તીર્થંકરની આશાતના માટે પાસે નથી આવતી. એટલામાં ધર્મ આવી વજને ઉપસંહાર કરી શ્રી મહાવીર સ્વામીની પાર્સે ક્ષમા માગી, અમરેંદ્ર પ્રત્યે બે કે, મેં