________________
૫૬
શ્રી કષસૂત્રસ્ય બાલાવબેધઃ
બીજે વાસુદેવ કેણ થયે છે? ભગવંત બોલ્યા કે હે કપિલ ! એક ક્ષેત્રમાં બે તીર્થકર અને બે વાસુદેવ ન થાય, પણ એતે જંબુદ્વીપ સંબંધી ભરત ક્ષેત્રને શ્રી કૃષ્ણ નામેં વાસુદેવ તાહરા સરખી અદ્ધિને ધણી છે, તે પદ્મનાભ રાજા
પદી હરણ કરી લાવ્યો હતો, તેને લેવાને આવ્યો હતો, તે પદ્મનાભને જીતીને પાછા જાય છે, તેણે શંખનાદ કર્યો. તે સાંભલી કપિલ વાસુદેવ તરત તિહાંથી ઉઠીને પોતાના સરખે વાસુદેવ જેવા સારૂ સમુદ્રને કાંઠે આવ્યું. પણ શ્રીકૃષ્ણ તો દૂર નીકલી ગયા હતા. માત્ર સમુદ્રમાં નીલી, પીલી રથની ધજા દેખી. તે દેખી શંખને શબ્દ કરી, તેમાં એવું જણાવ્યું કે કપિલ વાસુદેવને નમસ્કાર જાણજે. શ્રીકૃષ્ણ પણ શંખને શબ્દ કરીને તેમાં જણાવ્યું કે કપિલને કૃષ્ણને પણ નમસ્કાર જાણ. તે સાંભલી કપિલ વાસુદેવ હર્ષવંત થયો થકે પાછે વલ્ય અને પદ્મનાભ રાજાને દેશનિકાલ કરી તેના પુત્રને રાજ્યપાર્ટી થા. અહીં કૃ પણ સમુદ્ર સબંધી પાંચ પાંડવેને કહ્યું કે તમેં ગંગાનદી નાર્વે ઉતરીને નાવ પાછું મને મોકલજે. હું સુસ્થિત દેવતા સાથે વાત કરીને આવું છું. પછી પાંચે પાંડેયે ગંગાનદી ઉતરીને વિચાર કર્યો કે આપણે નાવ પાછું નથી એકલતા. જોઈયે તો ખરા કે કૃષ્ણ પોતે ગંગાનદી ઉતરી આવે છે કે નથી આવતા ? તિહાં કૃષ્ણજીયે ઘણું વાટ જોઈ પણ નાવ આવતું દીઠું નહિં. પછી શ્રીકૃષ્ણજીયે જાણ્યું જે પાંચે પાંડવ બડયા દેખાય છે, એમ વિચારી એક હાથમાં રથને ઉપાડ અને એક હાથે પાણ ડોલતા ડોલતા સાડા