________________
૫૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ
દસ દશાર્ણવના પરિવાર સહિત, હાથી ઉપર બેસી, ચામર વિજાવતાં થકાં પૂર્વ સમુદ્ર વેલાકુર્લો સંકેત સ્થાનકે આવી પાંડવો સાથે મલ્યા. પછી શ્રીકૃષ્ણજીયે અઠમ તપ કર્યું, તેથી સમુદ્રને અધિષ્ઠાયક સુસ્થિત નામેં દેવતા પ્રત્યક્ષ થયો. તેવારે શ્રીકૃષ્ણજી બેલ્યા, હે દેવ ! દ્વિપદીને લેવા સારૂ અમારે ધાતકીખંડે જવું છે માટે પાંચ પાંડવના પાંચ રથ અને છઠો માહો રથ એ છ રથ, લવણસમુદ્રમાંથી ચાલ્યા જાય, એટલે માર્ગ આપે. તે સાંભલી દેવતા બે, તમેં ઢીલ મ કરો, તરત જાઓ. પશ્નોત્તર રાજાર્યો પણ પૂર્વલા સંબંધિ દેવતાનું અરાધન કરી દ્રૌપદીને અપહરી છે અને જે તમારી આજ્ઞા હોય તો હું અમરકંકા નગરી આવી, સમુદ્રમાં બોલી નાખું. તેવારે શ્રીકૃષ્ણજી બોલ્યા કે અમેં અમારા પરાક્રમેં દ્રૌપદીને લાવીશું. તેવારેં દેવતાર્થે સમુદ્રમાં છ રથ જવાને માગ આવે. પછી શ્રી કૃષ્ણજી પાંડે સહિત છ રથ જેત્રીને અમરકંકા નગરીને ઉદ્યાનેં ગયા. તિહાં જઈ દારૂકનામા સારથિને શ્રી કૃષ્ણે કહ્યું કે હે દૂત! તમેં પક્વોત્તર પાર્સે જઈને પગ ઉપર પગ આપી ત્રિવલી લલાટે ચડાવી એમ કહે કે હે પદ્મનાભ ! તું અકાલે મરણની વાંછા કાં કરે છે ? હે દુરંતપ્રાંતલક્ષણ ! હે હીનચતુર્દશી જાય ! હે-હી શ્રી કાંતિ વર્જીત ! આજ તેં મહારી બેન દ્રૌપદીને અપહરી છે. તેને તું પાછી આપ, અને જે ન આપે, તે સંગ્રામ કરવાને તૈય્યાર થા. એવા દૂતનાં વચન સાંભલી પદ્મનાભે રીશ ચડાવી અપમાન કરીને હૂતને બાહેર કાઢી મૂક્યો અને પોતે હાથી ઉપર બેસી સર્વ સૈન્ય લઈ