________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ
નગરીયે પદ્મોત્તર રાજા, સ્ત્રીનેા ઘણા લાલુપી છે;તેની પાસે જઈને કહ્યું કે હે રાજન ! તાહારી સાતસે સ્રીઓ છે; પણુ પાંચ પાંડવની સ્ત્રી દ્રૌપદીના નખાગ્રસમાન કોઇ રાણીનું રૂપ નથી. એવું સાંભલી પદ્મોત્તર રાજા કામવહુવલ થયા; અને ત્રણ ઉપવાસ કરી પૂર્વભવ સંભધી દેવતાનું આરાધન કર્યું. દેવતા પ્રત્યક્ષ આવી ઉભા રહ્યા અને હાથ જોડી કહેવા લાગો કે હે રાજન્ મુને કેમ સંભાર્યાં ? તેવારે રાજાયે દ્રૌપદી આણી આપવાની યાચના કરી. દેવતાયે પણ દ્રાપદીને અવસ્વાપિની નિદ્રા આપી, તિહાંથી ઉપાડી અશેાક વાડીમાં લાવી મૂકી. પછી પદ્મોત્તર રાજાયે દ્રૌપદીને પેાતાની સ્ત્રી થવાની પ્રાર્થના કરી. દ્રૌપદીયે જવાબ દીધા જે કૃષ્ણ વાસુદેવ તથા પાંચ પાંડવ, છ મહીનામાં જો મહારી ખખર નહીં લેશે, તેા હું તમારીજ છેં. તે સાંભલી પદ્મોત્તર રાજાયે' પણ વિચાર્યું જે જોરાવરીથી પ્રીતિ ન થાય. એમ જાણી પેાતાના મહેલમાં તેડી ગયા. હવે દ્રૌપદી પણ છઠ છનું તપ કરે છે અને પારણે આયખિલ કરે છે. અહીંઆં દ્રોપદી સહર્યો પછી એ ઘડીયે યુધિષ્ઠિર જાગ્યા; તેવારે તેણે દ્રોપદીને દીઠી નહીં. પછી પાસેના સવ` સ્થાનકે ખમર કરાવી, પણ કાંહી... પત્તો મળ્યેા નહીં; તેવારે પાંડુરાજાને ખબર આપી. તેણે કાઢખિક પુરૂષ તેડાવીને નગરમાં ઉર્દૂઘાષણા કરાવી કે જે કાઈ દ્રૌપદીને લાવે, તેને જે માગે તે આપીયે; પરંતુ કયાંહીથી પણ ખખર મલી નહીં. તેવારે વિચાર્યું જે કાઇ દેવતા, દાનવ, ગંધર્વ અથવા કિન્નરે અપહરી છે. એવું વિચારી કુંતાજીને શ્રીકૃષ્ણ પાસે અમર
પર