________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ રાજા થયે. છઠો વૈશ્રમણને જીવ કપિલા નગરી જીતશત્રુ નામેં રાજા થયે. અને સાતમે મહાબલને જીવ મિથિલા નગરીમેં કુંભ રાજા તેની પ્રભાવતી રાણીની કુખે આવી મલ્લીકુમરીપણે ઉપને. તેવારે માતાયે ચૌદ સુપન દીઠાં. આશુ શુદિ અગીઆરશે પુત્રીપણે જમ્યા. અનુકમેં યૌવન અવસ્થા પ્રાપ્ત થઈ. પછી અવધિજ્ઞાનેં કરી પોતાના છ મિત્ર, જૂદે જુદે ઠેકાણે ઉપના દેખી તેને પ્રતિબોધ કરવાને અર્થે અશોક વાડીમાં રત્ન જડિત ઘર કરાવ્યું, તેનાં છ બારણાં કરાવ્યાં, તેમાં રત્નજડિત સોનાની એક પૂતલી કરાવી. હવે મલ્લીકુમરી જે જે વારે ભજન કરે, તે તે વારે તે રત્નની પૂતલીને માથે બારણું છે, તે બારણાની ઉપર એકેકે કવલ નાખતી જાય, અને ફરી પાછું ઢાંકણું આપી દીયે, એમ નિત્ય કરતી જાય. હવે એકદા અયોધ્યા નગરીયે સુપ્રતિબદ્ધ રાજાર્યો યક્ષને દેરે પૂજા રચાવી છે, તિહાં ફૂલની માલા દેખીને દૂતને પૂછયું કે તમેં એવો ફૂલને શ્રીદામ ક્યાં હિં પણ દીઠે. જે ? તેવારે દૂત બોલ્યા જે હે રાજન ! મલિકુમરી ઘણું ચતુર છે ઘણા રુપમય છે, તે જેવી ફૂલની માલા બનાવે છે તેના લાખમાં અંશે પણ એ શ્રીદામ નહીં. હવે પૂર્વભવના પ્રેમથકી સુપ્રતિબદ્ધરાજાયે મલ્લીકુમારીની યાચના કરવાને કુંભરાજા ઉપર દૂત મોકલ્યા અને કહેવરાવ્યું જે તમારી બેટી મુજને પરણાવો.
તેવાર પછી ચંપાનગરીના અરહાન પ્રમુખ વ્યવહારિયા પ્રવહણ ભરી ગંભીર પત્તને દ્વીપાંતરે ચાલ્યા. એવા સમયમાં ઈદ્ર મહારાજ અરહન શ્રાવકની પ્રશંસા પિતાની