________________
ઈંદ્ર મહારાજનું એશ્વર્ય.
૩૧ થાત. એમ ચિંતવી એક હજાર અને આઠ વણિક પુત્ર સાથે શ્રી મુનિસુવ્રત સ્વામી પાસેંથી દીક્ષા લઈ દ્વાદશાંગી ભણું, બાર વર્ષ દીક્ષા પાલી સૌધર્મેદ્ર થયા અને ગિરિક નામા તાપસ પણ મરીને ઈદ્રનું વાહન ઐરાવત હાથી ઘ. પછી જેવારે ઈદ્ર હાથી ઉપર અસવારી કરવા લાગે, તેવારે કાર્તિક શેઠ જાણુંને હાથીયે નાસવા માંડયું. વલી ઈદ્રને બીવરાવવાને અર્થે હાથીયે બે મસ્તક કીધાં, તે જોઈ ઈદ્ર પણ બે રૂપ કર્યા; તેવારે હાથી ચાર રૂપ કર્યા; ઈદ્ર પણ ચાર રૂપ કર્યા, અને અવધિજ્ઞા પૂર્વ ભવ જાણી તાડના કરી હાંકવા માંડયે; અને કહ્યું કે અરે તે પૂર્વ ભવ નથી જાણત, જે મહારી પીઠ ઉપર જમવા બેઠા હતા ? તો હમણાં તું મહારૂં વાહન થયો છે, એવું સાંભલી મૂલ રૂપ કરી શાંત થઈ રહ્યો. હવે તે ઈદ્ર કહે છે ? તે કે હજાર ચક્ષુ છે, જેની તિહાં સ્વભાવું તે બે ચક્ષુ છે, વલી પાંચસે મંત્રીસર છે, બત્રીસ લાખ વિમાનને ધણી છે, જરહિત સ્વચ્છનિર્મલ વસ્ત્રને ધરનારે છે, મઘવા નામે દૈત્યને હણનાર છે, “પાકશાસન નામ બલવંત દાનવને હણનારો છે, મહા કાંતિવાન, મહાબલવાન, મોટા યશને ધણી, ઘણા સુખનો ધણું, સુધર્મ દેવલેકે સૌધર્માવલંસક વિમાનને વિષે સૌધર્માસભા મધ્યે શકનામેં સિંહાસન ઉપર બેસનાર, ચોરાશી હજાર સામાનિક દેવતા, તેત્રીશ ગુરૂસ્થાનક ત્રયશ્ચિશક દેવતા, ચાર લોકપાલ, આઠ અગ્રમહીષી, ત્રણ સભા, હાથી, ઘોડા આદું દઈને સાત ટકને સ્વામી, ચોરાશી હજારને ચોગણ કરીચું એટલા આત્મરક્ષક દેવોના પરિવારે પર થકે રાજ્ય કરે છે. ઘણું નાટારંભ થઈ રહ્યા છે, એ રીતે ઘણા ભેગ