________________
૩૦૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
जीहो माघ वहुल तेरश दिने, जोहो अभिजित नक्षत्रे चंदयोग । जीहो चौद भक्त पद्मासनें, जीहो शिव पोहोता जिनचंद ॥२६॥ ' અર્થ–માઘ વદિ તેરશને દિવસે અભિજિત નક્ષત્રને
મેં ચંદ્રમા આવે થકે પદ્માસને બેઠાં થકાં કાલ પ્રત્યે પામીને સામાન્ય કેવલીને વિષે ચંદ્રમા સમાન એવા પરમેશ્વર મોક્ષને વિષે પહોતા | ૨૬ છે
શ્રી કષભદેવ અરિહંત કેશલિકને બે પ્રકારે અંતકૃત ભૂમિકા થઈ. એક યુગાંતકૃત ભૂમિકા, બીજી પર્યાય અંતકૃત ભૂમિકા. તિહાં યાવત્ અસંખ્યાતા પાટ લગે મોક્ષમાર્ગ વહ્યો, તેને યુગાંતકૃત ભૂમિકા કહીયેં. અને ભગવંતને કેવલજ્ઞાન ઉપના પછી અંતરમુહૂર્ત મોક્ષમાર્ગ વહ્યો, તે પર્યાય અંતકૃત ભૂમિકા કહીયે. એમજ શ્રી અરિષ્ટનેમિ ભગવાનાદિકના ચરિત્ર આ ગ્રંથમાં આવ્યાં છે, તે સર્વેની બે પ્રકારની ભૂમિકા કહિયે છયે.
શ્રી અરિષ્ટનેમિનાથને બે પ્રકારે અંતકૃત ભૂમિકા થઈ. એક યુગાંતકૃત ભૂમિકા અને બીજી પર્યાય અંતકૃત. તિડાં શ્રીઅરિષ્ટનેમિ મુક્તિમાર્ગ પહેતા પછી આઠ પાટ લગે મુક્તિમાર્ગ વો, તે યુગાંતકૃત ભૂમિકા કહીયે. અને શ્રીનેમિનાથને કેવલજ્ઞાન ઉપના પછી બાર વર્ષે મુક્તિ માર્ગ વહ્યો, તે પયાય અંતકૃત ભૂમિકા કહીયે.
શ્રી પાર્શ્વનાથ અરિહંત પુરૂષમાંહે આદાનિકને બે પ્રકારે અંતકૃત ભૂમિકા થઈ, તિહાં શ્રી પાર્શ્વનાથના ચાર પાટ લગે મુક્તિ માર્ગ વહ્યો, તેને યુગાંતકૃત ભૂમિકા કહિયે. અને શ્રી પાર્શ્વનાથને કેવલજ્ઞાન ઉપના પછી ત્રણે વર્ષે મુક્તિમાર્ગ વો, તેને પર્યાય અંતકૃત ભૂમિકા કહીયે.