________________
-
-
-
-
૨૯૭
બાહુબલી પ્રત્યે દૂત સંદેશ. બાહુબલી આજ્ઞા માનતો નથી. તેવારેં ભરતે બાહુબલીની પાસે સુવેગ નામા દૂતને મોકલ્યા. તે ચાલે, તેને ચાલતાં. અપશુકન થયાં, વસ્ત્ર કાંટે વલખું, રથની પિંજણ ભાંગી, પુઠે છીક થઈ, જમણે રાસભા બેલ્યો. ઈત્યાદિ અપશુકન થયાં, તે પણ તે વન અટવી પહાડ પ્રમુખ ઓલંઘતે બાહુબલીના દેશું ગયો. તેને લોક ઠામ ઠામ પુછવા લાગા, અરે તું કોણ છે, કિહાંથી આવ્યે, કિહાં જઈશ અને તાહાર સાહેબ કેણ છે? તેણે કહ્યું, ભરતને આદેશે બાહુબલી પાસે જાઉં છું. તે બોલ્યા કે, અમારા દેશમાં તે સ્ત્રીઓ કંચુકીમાંહે ભરત કાઢે છે, તે ભરત અથવા વાસણમાં ભરત અથવા રોગ સંબધી ભરત અમેં જાણુ છેર્યો. એ ત્રણ ભરત વિના બીજે તે કોઈ ભરત અમે જાણતા નથી. પછી તીક્ષશીલા નગરીયે બાહુબલીની સભામાં દૂત ગયે. બાહુબલીમેં આસને બેસાડ અને પૂછ્યું કે, હે સુગ! ભરતને સવા કેડી પુત્ર સહિત કુશલ ખેમ છે? તથા અહીં આવ્યાનું કારણ પૂછયું, તેવારે દૂત બે, તમને તમારે માટે ભાઈ પિતાની જગાયે છે, વલી અનેક દેવતા, અનેક રાજા તેની સેવા કરે છે, માટે પૂજવા યોગ્ય છે. તે સાંભલી બાહુબલ ભૂકુટિ ચડાવી રાતાં લોચના કરી છે કે, અરે તું ભરતને કહેજે કે, અઠ્ઠાણું ભાઈનું રાજ્ય લીધું તોપણ તૃપ્તિ ન થઈ જે તું માહારૂં પણ રાજ્ય લેવા વછે છે? પરંતુ તુજને યાદ નથી કે, બાલ પણમાં આપણે બે રમત કરતા તેવારે હું તુજને દડાની પરે હાથમાં ધરતે હતા, તે દિવસ ભૂલી ગયો કે શું? હું તે તેને તેજ છું. જે મહારા રાજ્યને ખપ હોય તો તરત યુદ્ધ