________________
૨૮૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ સુપ્રસાદનકર્મ ૩૧ કનકસિદ્ધિ ૩૨ વણિકા વૃદ્ધિ ૩૩ વાપાટવ ૩૪ કરલાઘવ ૩૫ લલિતચરણ ૩૬ તૈલસુરભીકરણ ૩૭ ભૂલ્યોપચાર ૩૮ ગેહાચાર ૩૯ વ્યાકરણ ૪૦ પરનિરાકરણ ૪૧ વિણાનાદ ૪૨ વિતંડાવાદ ૪૩ અંકસ્થિતિ ૪૪ જનાચાર૪૫ કુંભબ્રમ ૪૬ રત્નમણિ ભેદ ૪૮ લિપિપરિછેદ ૪૯ વૈદ્યકિયા પ૦ કામવિકરણ પ૧ રંધન પર કેશબંધન પ૩ શાલિખંડન ૫૪ મુખમંડન પ૫ કથાકથન પ૬ કુસુમ ગ્રંથન પ૭ વરવેષ ૫૮ સર્વ ભાષાવિશેષ ૫૯ વાણિજ્ય ૬૦ ભેજ્ય ૬૧ અભિધાન પરિજ્ઞાન ૬૨ આભરણ યથાસ્થાનવિધિ પરિધાન ૬૩ ત્યાક્ષરિકા ૬૪ પ્રશ્નપ્રહેલિકા. ઈતિ ચોસઠ કલા તથા એ ચોસઠ કલાના ગ્રંથાંતરે નામાંતર પણ ઘણું છે.
હવે શ્રી ઋષભદેવ સ્વામી પિતાની બ્રાહ્મી પુત્રીને અઢાર પ્રકારની લિપિ શીખવી તેનાં નામ કહે છે. ૧ હંસલિપિ ૨ ભૂતલિપિ ૩ ચક્ષલિપિ ૪ રાક્ષસલિપિ ૫ ઉડિલિપિ ૬ ચાવનીલિપિ ૭ તરકીલિપિ ૮ કીરીલિપિ ૯ દ્રાવડીલિપિ ૧૦ સંધવીલિપિ ૧૧ માલવીલિપિ ૧૨ નડીલિપિ ૧૩ નાગતિલિપિ ૧૪ લાટિલિપિ ૧૫ પારસીલિપિ ૧૬ અનિમિનિલિપિ ૧૭ વાણિક્કીલિપિ ૧૮ મૂલવિલિપિ. એ અઢારલિપિનાં નામ જાણવાં. ઈતિ પ્રથમ રાજ્યાધિકાર સંક્ષેપાર્થ: એ રાજ્યની લીલામાંહે રાજ્યવસ્થાપણે વસતાં થકાં લખવું આદે દઈને ગણિતે કરી પ્રધાન કલા તથા એક શે વિજ્ઞાન કૃષિ વાણિ-જ્યાદિક કર્મ શીલ્પ એમ કલાગુણ અને શીલ્પ એ ત્રણ પ્રજાના હિતને અર્થે ઉપદેશ્યાં તથા ઉગ્રકુલ, ભેગકુલ, રાજ્યકુલ અને ક્ષત્રિયકુલ એ ચાર કુલ થાપ્યાં છે. ૧૨ છે.