________________
૨૬૦
શ્રી કલ્પસૂત્રસ્ય માલાવાધઃ
ની વાર્તા કહી સંભલાવીને તિહાંથી વિહાર કર્યો. કૃષ્ણ વાસુદેવાદિક તથા રાજીમતી તે વૃત્તાંત સાંભલી દ્વારિકાર્ય ગયા. પછી વલી એકદા શ્રીનેમિનાથ ગિરનારે આવી સમે સર્યા, તેવારે રાજીમતીયે પણ દીક્ષા લીધી. પછી એકદા સમય ઘણી સાધ્વી સહિત રાજીમતી સાધવીશ્રીનેમનાથને વાંદવા ગિરનાર ભણી આવતાં માર્ગોમાં મેઘવૃષ્ટિ થઇ. આંધી વાલિને ચાળે બીજી સર્વ સાધ્વી જૂદી જૂદી થઈ ગઈ. તેવારે રાજીમતી સાધ્વીના વસ્ત્ર ભીના તને શુકાવવા નિમિત્તે એક ગુફામાં પ્રવેશ કીધે. તિહાં રહનેમિ કાઉસ્સગ્ગ રહ્યા છે તેને અણુજાણતી વસ્ત્ર સુકાવ્યા. તિહાં રાજીમતીના શરીરની વીજલીના ચમત્કાર સરખી પ્રભા તેણે કરી અંધકાર ટળ્યેા. તેનું રુપ દેખી રહેનેમિને ચિત્ત ચલાયમાન થયા. કામે પીડયા થકા કહેવા લાગે! કે, હે રાજીમતી ? હું રહનેમિ આપણે બે જણ સ્વેચ્છાર્ય વિષયસુખ લાગવી કી દીક્ષા લઇશુ. અકસ્માત્ એ વચન સાંભલી અંગોપાંગ સવરી તૈય ધરીને રાજીમંતિ કહેવા લાગી કે, સમુદ્રવિજય રાજાના પુત્ર સર્વ સાવદ્ય વ્યાપાર મૂકીને સાધુપણું આદર્યું, તેણે મને વસી છે, માટે જે અગધફૂલના સપ્ તિર્યંચ જાતિના હાય તેપણુ વમેલી વસ્તુને ન વાંછે, તે તું શુ' તેથી પણુ નીચ થાય છે, જે વ વસ્તુને વાંછે છે? વસી વસ્તુને તેા શ્વાનાદિક વાંછે છે. તેમાટે હે મહાનુભાવ ? એ પાપની આલેાચના કરી સંયમને ઉચ્ચાર કર. નહીંકાં દુર્ગતિમાં પડીશ. ઇત્યાદિક વચનરૂપ અંકુશે’ કરી હસ્તીની પેરે રહનેમિને સ્થિર કીધા. પછી પાપ આલેાચી સંયમને વિષે સ્થિર થઇ કેવલજ્ઞાન પામી