________________
શ્રી કૃષ્ણ જન્મ.
૨૪૫ દેવકી પાસે મૂક્યા. પછી સુલસામેં કહ્યું કે મહારે છ પુત્રે સર્યું. હવે એના એને લખ લાભ થાઓ. પછી સાતમા ગર્ભની વેલાયે દેવકીલેં સિંહ, સૂર્ય, અગ્નિ, ગજ, ધ્વજા, વિમાન, પદ્મ એ સાત સુપન દીઠાં. માતા પિતાને ઉત્સાહ થયે. જન્મ વેલાયે કંસરાજાયે દેવકીના ગ્રહ પાસે ચારે દિશાયેં સુભટ રખવાલા રાખ્યા તેને નિદ્રા આવી. શ્રાવણવદિ આઠમેં અદ્ધરાત્રિના સમયે પુત્ર જન્મ થયો. તત્કાલ તે બાળકને લઈને વસુદેવ ચાલ્યા તેને માર્ગમાં ઉગ્રસેનરાજાયે કાષ્ટ પાંજરામાંથી પૂછયું, એ કેણ છે? વસુદેવેં કહ્યું, તમેને કાષ્ટપિંજરમધ્યેથી બાહેર કાહાડાવશે તે છે. પછી વસુદેવ ગોકુલમાં જઈ નંદગોકુલા ઘરેં યશોદા ભાર્યા છે તેને જઈ તે બાલક આપે, અને તેની પુત્રી લેઈ દેવકી પાસે મૂકી. તે ચોકીદારે જાગૃત થઈ લઈને કંસને આપી. કંસેં જાયું એ મુજને શું મારશે ? એમ વિચારી છિન્નનાસિકા કરી શિલાયે પછાડી, મૂકી દીધી. તે દિવસથી લૈકિકમાં એમ કહેવાયુકે જે શિલાયે આસ્ફાલી તે મરીને વીજલી થઈ, માટે કાશે વીજલી પડે.
હવે શ્રીકૃષ્ણ નંદને ઘરે વધતા મોટા થયા. તેવારે પાણીના ઘડા હેલે, દહીના ઘાલીયા ફેડે, તરતે માખણ છાશમાં બેલે, શાંઢના કાન જાલી લાવે, યશદાનું કંચુએ તાણે, સર્પને જાતે પકડે, અગ્નિમાં હાથ ઘાલે, કિમવારે હસીને માતા સામુ જૂવે, કેવારે રીસાય, કેવારે દહીં દુધના ઘડા કેડે, એમ કરતાં જેવારેં શેલ વર્ષનું થયો તેવારે હિણી રણને પુત્ર બલભદ્ર કૃષ્ણજીને માટે ભાઈ તેને