________________
૨૪૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ નામે કુલ પુત્ર હતા. પરંતુ તે કાલે કુરૂપ કુદર્શની, બિલ્લાડાના જેવા નેત્ર, ગણેશની પેરે મોટું પેટ, હાથીના જેવા મોટા દાંત, ઉંટના જેવા મોટા હોઠ, વાનરના જેવા કાન, નાસિકા ચીપડી છે, ત્રિખૂણો કપાલ, એ કુરૂપ હતું. અને હાનપણમાં માતા પિતા મરણ પામ્યા તેવારે પોતાના મામાને ઘેર કામ કરતો હતો. અનુક્રમેં મહાટ થયો તેવારેં કુરૂપ માટે કન્યા કેઈ આપે નહીં. લોક ઉશ્કેરે કે તાહારે મામ તાહારે સગપણ કેમ નથી કરતે? તેને ઘેર તું કમાવે છે. એવી લેકની વાત સાંભલી મનભંગ થયે, તેથી કામ કરે નહીં. મામામેં કહ્યું મારી આઠ પુત્રી છે તેમાં જે તુજને વાં છે તેને હું પરણાવું. તે વારે નદીષેણે મામાની પુત્રઓને કહ્યું કે તમે કોઈ મને પરણશે? તે સાંભલી સર્વ બોલી જે ફશી ખાઈ મરિયે, વિષ ખાઈ મરીયે તે કબૂલ, પણ તને પરણીયેં નહી. એમ સાંભલી વૈરાગ પામી ભાવ ચારિત્રિ થકે સાધુઓને વૈયાવચ્ચ કર્યા કરે. એમ પશ્ચાવન હજાર વર્ષ પર્યત ભાવ ચારિત્ર પાલી અંત સમયે સ્ત્રીવલ્લભ પણાને નિયાણું કરી મરણ પામ દેવલેકે દેવતા થયે. તિહાંથી ચવીને વસુદેવ થયો છે. તે પૂર્વભવના અત્યગ્ર તપના યોગે કરી સ્ત્રી વલભ અત્યંત અદ્ભુત રૂપ સૌભાગ્યવંત થયેલ છે. તેને નગરમાં વિચરતે દેખી સ્ત્રી જન ધૃતના ઘડા ઢલતા મૂકી પણ તેની પાછલ ફર્યા કરે. તે જોઈ મહાજન લેકે મલી સમુદ્રવિજયને વિનંતિ કરી કે વસુદેવજીને નગરમાંહે ફિરતાં નિવાર, નહીંતે અમને શીખ આપે તેવારે રાજા મહાજનને સમાધાન કરવા વસુદેવજીને કહ્યું કે, ભાઈ તમે સિંહરાજા વશ કર્યો,