________________
૨૪૦
શ્રી કલ્પસૂત્રસ્ય માલાવાધઃ
આદર્યાં. તિહાં નીયાણું કર્યું', કે જો માહારી તપસ્યાનું ફૂલ હાય, તા એ ઉગ્રસેન રાજાને દુ:ખદાઇ થાએ પછી તે ભવ પૂરા કરી ઉગ્રસેન રાજાની ધારણી રાણીને કુખે પુત્રપણે સાંકડી સગાઇયે આવી ઉપને. તેવારે રાણીને રાજાના કાલજાના માંસ ખાવાના ડાહાલા ઉપન્યા. પ્રધાને પ્રપો કરી તે ડાહાલા પૂર્ણ કર્યાં પુત્ર જણ્યા પછી રાણીયે વિચાર્યું જે, એ મહાટા થાશે, તેવારે શું જાણીયે રાજાને કેવુ દુ:ખ આપશે ? એમ ચિંતવી તે ખાલકને નામાંકિત મુદ્રા સહિત રત્ન કમલ સહિત કાંશાની પેટીમાં નાખી તે પેટી વલી કાષ્ટની પેટીમાં ઘાલીને મુદ્રા દઇ યમુના નદીમાંડે તરતી મૂકી. તે તરતી સારીપુરે આવી. તેને એક શ્રેષ્ટીચે લઇ દિવ્ય સરૂપ આલક દેખી તેને પુત્ર કરી પાઢ્યા; અને પેટી પ્રમુખ વસ્તુને એકાંત જગાયે ઠાવકી રાખી, કંસ એવું નામ દીધું. તે જેવારે મહાટા થયા તેવારે લેાકાના છેકરાને માર આપે ઇત્યાદિક ઘણા અન્યાય કરતા દેખી તે વ્યવહારીયે સમુદ્રવિજય રાજાને સેપ્ટે. રાજાયે તે લઘુ ભાઇ વાસુદેવને દીધા. પછી તે તિહાં વાસુદેવ સાથે કલા અભ્યાસ કરતા વૈદ વિદ્યા શીખ્યા. અનુક્રમે ચાવન વય પામ્યા. એવામાં જરાસ'ધ, પ્રતિવાસુદેવ, છ ખંડના ભોક્તા રાજગ્રહનગરે રાજ્ય કરે છે, તેણે સમુદ્રવિજય રાજાને ત મેાકલી કહેવરાવ્યું જે, દુનિવાસી સિંહરાજાને જીવતા પકડીને મહારી પાસે લઈ આવજો. સમુદ્રવિજયે તે અજ્ઞા પ્રમાણુ કરી, ભંભા વજાવી સેન્યા લેઇ સિંહ રાજા ઉપર ચડવા તૈયાર થયા. તેવારે વસુદેવે કહ્યું, હું મહારાજ! એ