________________
૨૧૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધડ નિસનેહી હોય. અહીં તે મહારેજ અપરાધ છે જે મેં મેહને વશે તદાકૃતને ઉપયોગ આપી જોયું નહીં. માટે એ મહારા એક પકખા સ્નેહને ધિકાર હેજે એ સ્નેહે સર્યું. હું એકલે છું. મહારે બીજે કેઈ નેહી નથી, ઈત્યાદિક સમ ભાવના ભાવતા શ્રી ગૌતમ સ્વામીને કેવલજ્ઞાન ઉપન્યું. ઈદ્રાદિક દેવતાયે કેવલજ્ઞાનને મહોત્સવ કીધો. પછી બાર વરસ કેવલપર્યાય પાલી સર્વ મલી બાણું વર્ષાયુ પાલી માઁ હિતા છે ઈતિ ગૌતમ કેવલત્પત્તિ સંપૂર્ણ છે ૧૭ છે तिणे समें कंथु अणुद्धरी, उपना जाणीविशेषि ॥ भस्मग्रह पण संक्रम्यो, जन्मराशें आयति फल पेखी के ॥ध०॥ १८॥
અથ–હવે ભગવાનના નિર્વાણ સમયને વિષે કુંથુઆ જે તેંદ્રિય જાતિ ન્હાના જીવ તે ઘણાજ ઉપના. ઉદ્ધર્યા પણ ન જાય. ઉદ્ધરીને અલગ ન મૂકાય નિગ્રંથ સાધુ સાધવીને હાલતાં ચાલતાં નજરે ન આવે. તેથી નિથાદિકે અનાદિકના પચ્ચખાણ કીધાં. તેનું કારણ શિર્વે પૂછયા થકી ગુરૂ કહ્યું કે ધર્મ ચાલણ પરે ચલાશે. અને હવે દુઃખે સંયમ પાલ થાશે. અઠાશી ગ્રહ માહેલે ભસ્મ નામા ત્રીશમે ગ્રહ તે જન્મ નક્ષત્ર થકી ઉતર્યો નથી. તેમાટે સાધુ સાધવીને માનતા ન થાય. એવું જાણું સૈધમેં ભગવાનને વિનતિ કરી કે હે મહારાજ ! તમેં માઁ જાઓ છો પરંતુ તમારા સંતાનીઆને બે હજાર વર્ષ પર્યત પીડા થાશે. માટે બે ઘડી ભસ્મ ગ્રહ બાકી રહ્યો છે, એટલું બે ઘડીનું આયુષ્ય તમારૂ વધારે તે ભસ્મગ્રહ ઉતરી જાય,