________________
૧૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ
बेतालीश चोमासि इम, करी करुणा आगार ॥ हस्तिपाल राजा भणी, दानशाला रे अंतिम चोमासुं सार तो ॥ ध० ॥ १४ ॥ અ:—છેલ્લુ મેતાલીમું ચામાસુ અપાપા નગરિયે... હસ્તિપાલ રાજાની જુની લેખકશાલાને વિષે રાજાની આજ્ઞા લઇને શ્રીવીર પ્રભુયે કર્યું ॥ ૧૪ ॥ अमावास्या कार्त्तिक तणी, नक्षत्रे स्वाति संयोग || शोल पोहोर देशना देयता, करी पोसह रे सांभले सवि लोक तो ॥ १५ ॥
અઃ—કાર્ત્તિક વદ અમાવાસ્યાની રાત્રિને વિષે સ્વાંતિ નક્ષત્રના ચાગ આવ્યા થકાં તિહાં ભગવાને શેલ પહેાર પર્યંત અખંડ ધારાયે દેશના આપી તે દેશનાને શ્રાવક સઘલા પાસહુ કરીને સાંભલતા હવા ।। ૧૫૫ सर्वार्थी मुहूर्त पाछली, घडी घडी बे रयणी जाम ॥ योग निरोध करि तिहां, छठभत्ते रे एकाकी स्वामी तो ॥ ६० ॥ १६ ॥
અ—હવે તે કાર્ત્તિક વદ અમાવાસ્યાની પાછલી એ ઘડી રાત્રિ શેષ રહ્યા થકાં સર્વાર્ધ મુહૂત્ત આવે થકે શૈલેશી અવસ્થાયે રહી યાગિનરાધ કરીને છઠભકતે એટલે ચવિહાર સહિત એ ઉપવાસે કરી એકાકી રાગદ્વેષ રહિત થકા એટલે બીજા તીર્થંકર સર્વ પરિવાર સહિત મેક્ષ ગયા છે અને વીર પ્રભુ એ પગે પલાંઠી વાલી બેઠા થકા એકાકી નિવાણુ થયા છે ॥ ૧૬ ।
सिव पहोता श्रीवीर जी, ते सुणि गौतम स्वामी ॥ आप स्वभावें भावतां, परभातें रे लहे केवल ज्ञान तो ॥ ६० ॥१७॥
'