________________
૨૦૬
શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ
એટલામાં ભગવંત બેલ્યા, હે ઈંદ્રભૂતિ ગેમ ! તમેં સુખે વર્તે છે? તે સાંભલી ઈંદ્રભૂતિયેં વિચાર્યું જે એને મહારૂં નામ ગોત્ર જાણતો દેખાય છે અથવા મહારું નામ જગતમાં કેણ નથી જાણતો? પ્રસિદ્ધનામ છે તે તો સર્વ કઈ જાણે જ છે; પણ એવાં મીઠાં વચને હું ભલાઉં નહીં, તે કઠ નહીં જે વાયે પડે, તે ગાય નહીં જે ગોવાલને વશ ન આવે, માટે એ માહારા મનને સંશય ભાંજે તે હું એનું સર્વજ્ઞપણું જાણું. એમ ચિંતવે છે, એટલામાં વલી પણ ભગવાન બોલ્યા કે હે ઈદ્રભૂતિ ! જીવ છે કિવા નથી? એ તુજને સંશય છે, તે શું તું વેદના પદને અર્થ નથી જાણતો “સમુદ્રોમથ્યમાન ” કિં જાણું સમુદ્ર અથવા માંડ અથવા જ્ઞાનમય, મનોમય, વામય, ચક્ષુમય, શ્રોત્રમય, આકાશમય, વાયુમય, તેજોમય, અપમય, પૃથિવીમય, કોધમય, હર્ષમય, ધર્મમય, અધર્મમય, જેહવું કરે, તેહવું કહેવાય. પાપ કરે, તે પાપવંત કહેવાય, પુણ્ય કરે, તે પુણ્યવંત કહેવાય. તથા દ, દ, દ, દમ, દયા, દાન, એ ત્રણ દદ્દા જાણે, તે જીવ. વલી જેમ દૂધમાં ઘત છે, કાષ્ટ્રમાં અગ્નિ છે, કૂલમાં વાસ છે, ચંદ્રકાંતે અમૃત છે. તેમ શરીરમાં પણ અંતર્ગત જીવ જૂદ છે. એ રીતેં વેદમાં જીવ સત્તા છે. પ્રભુના મુખથી એ અર્થ સાંભલીને વેદપદને અર્થ સમજ્યો, સંદેહ દૂર થયે, તેવારેં ઈંદ્રભૂતિયે પાંચશે છાત્ર સંઘાતે દીક્ષા લીધી. પછી વીરના મુખથકી ઉપજોવા, વિગમેઈવા, ધુવા, એ ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના કરી છે ઈતિ પ્રથમ ગણધર છે