________________
કોલી ગુરૂ.
૧૭૭ તે બલદેનાં હાડ તૂટી પડયાં. શેઠને ઘેર આણી બાંધ્યા પણ હાડ ભાંગ્યાથી દાણે પાણે ત્યા. શેઠે વણ તે બલદોને અણુશણ કરાવ્યું, નવકાર સંભળાવ્યું. તેના પ્રભાવેં બેહ બલદ, સમાધિ મરણ કરી નાગકુમાર દેવતા થયા. તે દેવતા ઉપસર્ગ નિવારી પ્રભુને વાંદી પ્રભુ આગળ નાટક કરી સ્વઠામેં પહેલા ઇતિ કંબલ સંબલ દષ્ટાંત છે ૧૨ છે
હવે ભગવાન ઉત્તર વાચાલ સન્નિવેશે જાતાં માગે વદ્ધમાન ગામેં આવ્યા. તિહાં એક સુવર્ણવાલુકા, બીજી રૂપવાલુકા, એ બે નદીઓ આવી, તે ઉતરી આગળ ચાલતા. એક વક્રમાર્ગ બીજો સરલ માર્ગ, એવા બે માર્ગ આવ્યા. તિહાં લેકે નિવાર્યા છતાં પણ ભગવંત સરલમાર્ગ મૂકીને વક્ર માર્ગે ચાલ્યા. તે માર્ગમાં કનક ખલ નામા તાપસને આશ્રમ છે. તિહાં એક મહા જોરાવર ઘણે ઠંશલે ચંડકોશી સર્પ રહે છે. चंडकोशीयो सुर कीयोजी, पूर्वे भिक्षु चारित्र ॥ शीचे नयन सुधारसें जो, हवे मल्यो मंखलीपुत्र ॥च०॥१३॥ ' અર્થ--તે ચંડકેશિયા સર્પને ભગવાને દેવતા કર્યો, તેની કથા કહે છે. કેઈક ગામને વિશે બે સાધુ ગુરૂ ચેલા ચોમાસું રહ્યા હતા. તે એક દિવસેં પારણુને અર્થે બે જણે ગોચરી ગયા. ત્યાં વર્ષાઋતુને લીધે ઘણુ જીવની ઉત્પત્તિ થયે છતે માર્ગમાં ગુરૂના પગ નીચેં સૂક્ષ્મ ડેડકી આવી તે ચંપાઈ મરણ પામી. તેવારે ચેલામેં કહ્યું મહારાજ, તમારા પગ નીચે ડેડકી આવી. તે સાંભલી ગુરૂને રીશ ચડી અને ચેલાને કહેવા લાગે છે અરે આ ડેડકીતે પ્રથમથી જ મરેલી
૧૨