________________
-
૧૬૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ
પ્રભુયે કહ્યું કે એમજ થાઓ. એ રીતેં ચાર જ્ઞાનેં સહિત એવા પ્રભુ તે પૃથિવી તલને વિષે વિહાર કરે છે કે ૧ | दिव्य चूर्णवासें करी जी, भमरा पण विलगंत ॥ कामीजन अनुकूलथी जी, आलिंगन देयंत ॥२॥ चउ०॥
અર્થ: હવે પ્રભુયૅ જેવારે દીક્ષા લીધી, તેવા ઇંદ્રાદિકયે સુગંધિત બાવના ચંદનાદિકે કરી ભગવંતને શરીરે લેપ કર્યો છે, તેને ગંધ, ચાર માસ પર્યત ન જાય. તે વાસના કરી હજારો ગમે ભ્રમરા મર્દોન્મત્ત થયા થકા ભગવંતના અંગેઅંગને વેધે છે, માટે ઉપદ્રવ કરે છે, કેની પેરે છે કે જેમ કામી પુરૂષ કામાંધ થયા થકા સ્ત્રીને આલિંગન દેતા તેના ગલ સ્થલ હોઠાદિકને વિષે અનુકૂલ પણે ચુંબન કરે, ડંખ મારે તેમ ભમરા પણ વાસનાયે અંધધુંધ થયા થકા, ભગવંતના શરીરના અવયર્વે ડંક મારે છે. એ દષ્ટાંત કહો, પણ અહીં એટલે ફેર છે, જે સ્ત્રી તે કામી પુરૂષથી હારી જાય, પરંતુ ભગવાન તે ભમરાને એટલો બધો ઉપદ્રવ છતાં પણ વજષભનારાચ સંઘયણના પ્રતાપથી મેરૂની પેરે અડગ રહે છે. અથવા બીજે અર્થે અજાણ્યા કામી પુરૂષ, ગંધ ઉપર મૂછ પામ્યા થકાં ગંધ લેવાને ઉપદ્રવ કરે છે તથા કામી સ્ત્રીઓ ભગવંતનું રૂપ દેખી મેહિત થઈ થકી અનુકૂલ ઉપદ્રવ કરે છે કે ૨ છે मित्र द्विज आबी मल्यो जी, चीवर दीधो अर्द्ध । आव्या तास विउडले जी, चोमासे निरावाध ॥३॥ च०॥
અર્થ:-હવે દીક્ષાવસરે ભગવંતને ડાબે ખભે ઈ દેવદુષ્ય વસ્ત્ર નાખ્યું હતું. એક દિવસે ભગવંતના પિતાને