________________
વર્ષીદાન વર્ણન.
* ૧૫૭
ચાલીશ મણ ભાર નાખતાં બશે પચ્ચીશ ગાડલાં થાય. તે સોનૈયા ઈદ્રને આદેશે વૈશ્રમણ દેવતા, આઠ સમયમાં દેવમાયાયે નીપજાવીને, તીર્થ કરનારના ઘરમાં ભરે. અને તીર્થકરના. હાથને વિષે સૌધર્મેદ્ર એવી સ્થિતિ કરે, કે દાન દેતાં પ્રભુને હાથ થાકે નહીં. અને ઈશાનંદ્ર રત્ને જડિત સુવર્ણની લાકડી લહી ઉભો રહે. તે ચોસઠ ઈદ્ર વર્જીને બીજા દેવતાઓને દાન દેતા લેતાં વજે. તથા જે મનુષ્યના લલાટ માંહે જેવી પ્રાપ્તિ હોય, જેવું જેને આપવું પિસાય, તેવું તેના મુખમાંહેથી વચન કહેડાવે, તથા ચમરેંદ્ર અને બલેંદ્ર તીર્થકરની મુઠિમાટે અધિક દ્રવ્ય આવ્યું હોય, તો ગિરાવી નાખે અને ઓછું આવ્યું હોય તે પૂર્ણ કરે. તથા ભુવનપતિ દેવતા ભરતક્ષેત્રના મનુષ્યને તેડી આવે વાણવ્યંતર દેવ પાછા મૂકી આવે, જ્યોતિષી દેવતા વિદ્યાધરને દાન લેવાની ખબર આપે, એ છ અતિશય જાણવા. એ પ્રસ્તાવેં તીર્થકરના. પિતા મહટી ત્રણ શાલાઓ કરાવે. એક શાલામાહે મનુષ્યને અન્ન પાન આપે, બીજીમાં વસ્ત્ર આપે, ત્રીજીદાનશામેં આભરણ આપે. હવે તીર્થકરના હાથના દાનનો મહિમા કહે છે.
શઠ ઈદ્રને દાનને પ્રભાવું માંહે માંહે કલેશ ઉપજે નહીં તથા એક વર્ષ દિવસ સુધી રાજા, ચક્રવત્તી પ્રમુખ ભંડારમાં મૂકે, તો બાર વર્ષ પર્યત ભંડાર અખૂટ રહે. શેઠ સેનાપતિને. દાનનો મહિમાથી બાર વર્ષ પર્યત યશ કીર્તિ ઘણું વધે. રોગીયાને દાનના પ્રભાવથી રેગ જાય. વલી નો રેગ બાર વર્ષ સુધી આવે નહીં, ઈત્યાદિક દાનનો મહિમા ઘણે છે. છ ઘડી દિવસ ચડયા પછી દાન દેવા માંડે, તે પિણા બે