________________
૧૫૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
ઉપાધ્યાય શ્રી મહાવીર કુમારને પોં લાગ્યા. અને કહ્યું કે અહે પ્રભુ! તમેં મોટા શ્રુતજ્ઞાની છે, હું તે અપૂર્ણ કલશની પરે છઉં, માટે તમેં મહારા ગુરૂ છે. પછી ઈદ્ર સમક્ષ પ્રભુયૅ ઉપાધ્યાયને ઘણું દાન આપી, સર્વ લેાક સમક્ષ ગાજતે, વાજતે પાછા પિતાને ઘેર ગયા. ઈદ્ર મહારાજ પણ પોતાનું મૂલ રૂપે પ્રગટ કરી સર્વલકને એ પ્રભુ છે, એવું પ્રભુનું પ્રભુત્વ કહીને, પિતાને સ્થાનકે સ્વર્ગે ગયે. માતા પિતાને પણ ઘણેજ હર્ષ આનંદ થયે છે ઈતિ લેખકશાલા કરણું.
હવે ભગવાન વન વયને પ્રાપ્ત થયા. તેવારે ભેગાવલિ કર્મને ઉદય આવ્યે જાણી, નરવર્મ નૃપની યશોદા નામેં પુત્રી માતા પિતાયે ઘણું આડંબરેં પ્રભુને પરણાવી. પછી તે યશોદા રાણું સાર્થો વિષયસુખ ભેગવતાં શ્રી મહાવીર સ્વામીને પ્રિયદર્શના નામેં પુત્રી થઈ. તે પુત્રી આપકરમી જમાલીને પરણાવી. તે પુત્રીયં પણ પ્રથમ તે જમાલીને મત લીધે, પછી વલી કુંભારના કહ્યાથી મૂકી દીધું. એમ કરતાં અનુક્રમે પ્રભુ અઠ્ઠાવીસ વર્ષના થયા, તેવારે પ્રભુનાં માતા પિતા, શ્રી આચારાંગમાં અનશન કરીને બારમે દેવલોકે ગયાં એમ કહ્યું છે. અને શ્રીઆવશ્યકમાં ચેાથે દેવલોકે ગયાં એમ કહ્યું છે, તે વખત ગર્ભમાં જે અભિગ્રહ લીધેલ હતો કે માતા પિતા જીવતાં સંયમ લેશું નહીં, તે અભિગ્રહ સંપૂર્ણ થયે જાયે, અને સંસારને અસાર જાણું ઉદાસ થયા થકા સંયમ લેવાને તત્પર થયા, અને પોતાના ભાઈ નંદીવર્તનની આજ્ઞા માગી. તેવારે નંદીવર્ધ્વને કહ્યું કે ભાઈ! માતા પિતા મરણ પામ્યાં. તેને વિગ રૂપ ફેડલા જે ચાંદી તેના ઉપર ખાર આપે