________________
૧૫ર
શ્રી ક૯પસૂત્રસ્ય બાલાવબોધઃ - હવે ભગવંતનું નિશાલગરણું કહે છે. ભગવાન જેવારે ઊણું આઠ વર્ષના થયા, તેવારે માતાપિતાએં જાણ્યું જે ૫ કલેક છે લાલયેત્ પંચવર્ષાણિ, દશ વર્ષાણિ તાત્ | પ્રાપ્ત તુ પડશે વર્ષે, પુત્ર મિત્રવદાચરેત છે એવું વિચારી પ્રભુને ભણાવવાનો નિર્ધાર કરી, રૂડું મુહૂર્ત જોઈ, શુભ દિવસે પ્રભુને સ્નાન કરાવી સર્વ શૃંગાર પહેરાવી, સર્વ ક્ષત્રિયને ભેજન કરાવી, સત્કાર, સન્માન આપી તેમને વસ્ત્રાભરણ આપી, કેશર, કસ્તુરીના છાંટણાં કરી પ્રભુને હાથી ઉપર બેસાડી નીશાઓં મોકલવાને તત્પર થયા. તે વખતેં અધ્યાપક તથા નિશાલિયાને આપવા સારૂ ભાત ભાતની વસ્તુઓ લીધી, તેનાં નામ કહે છે. વરસોલાં, શાકર, ગુંદવડા, દ્રાખ, ખારેક, ટેપર, ખજૂર, સીંઘેડાં નિમજો, પિસ્તા, બદામ, અખેડ, ચારોલી, સેવ, પેંડા, ફલ, ફૂલ, નાલિયેર, શાકરીઆ ચણા, એલચીપાક, ધાણી, ગુલધાણી, બીજોરાં, ચણા,સોનાના ખડીયા, રત્નજડિત લેખણે, રૂપાની પાટીઓ, પાનનાં બીડાં પ્રમુખ અનેક વસ્તુઓ સાથે લઈને ચામર વિજાતે, મસ્તક ઉપર છત્ર ધરત, ગીત ગાન કરતાં થકાં વાજિત્ર વાજતે અનેક પ્રકારના દાન દેતાં થકા, પ્રભુ નીશાલેં આવે છે, એટલામાં અધ્યાપકે પણ મનમાં અહંકાર આણુને ચિંતવ્યું જે પ્રથમ તો મહારી નીશાલે સામાન્ય બાલકે ભણે છે હવે રાજાને પુત્ર ભણવા આવે છે, માટે મોટું ઉંચું આસન મંડાવીને બેશું ? એમ વિચારી ઉચું આસન મંડાવી તેના ઉપર બેઠો. એવે સમયેં ઈદ્રનું આસન ધ્વજાની પેરે કંપાયમાન થયું અથવા જલમાં ચંદ્રબિંબની પેરે, અથવા હાથીના કાનની