________________
૧૨૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ નિબુદ્ધિ થાય, અતિ ભય રાખવાથી ગર્ભ બીકણ થાય, અતિપરિશ્રમ કર્યાથી મંદશક્તિ વાલે અને આલસુ થાય, એવી રીતે ગર્ભની પ્રતિપાલના ત્રિશલા રાણી કરે છે ૧૪ शुभ दोहला पूरे, सिद्धारथ नृप तास ॥ परिजन जिम कहे तिम, विचरे निज आवास ॥ निज महिला गर्भ, वसीया प्रभु नव मास ।। साडा सात दिन उपरें, पूरी परण आश ॥१५॥
' અર્થ:–હવે જે જે ત્રિશલા રાણને શુભ શુભ દોહેલા ઉપજે છે, તે સર્વ સિદ્ધાર્થ રાજા તેના પૂર્ણ કરે છે. એમ કરતાં તૃતીય માસું ત્રિશલા રાણીને એક દુદ્ધ દોહેલે ઉપ. તે આવી રીતેં કે -સૌધર્મેદ્રની પટરાણીના કાનનાં કુંડલ પહેરું. તે દેહેલો પૂર્ણ ન થાય, તેણે કરી દિવસે દિવસે શરીરે દુર્બલ થવા લાગી. એવામાં ઈંદ્રનું આસન ચલાયમાન થયું. તેવારેં ઇં અવધિજ્ઞાનેં કરી વીરભગવાનની ખબર જાણીને ઈદ્ર મહારાજ પૃથ્વી પઠે આવો ક્ષત્રીયકુંડ નગરને સમીપે એક પર્વતને આંતરે ઈંદ્રપુર ગામ વસાવ્યું. તિહાં ઇંદ્ર પિતાના પરિવાર સહિત રહ્યા. એક દિવસેં સિદ્ધાર્થ રાજાયે ઇંદ્ર મહારાજને સમાચાર મૂક્યા જે અમારી રાણીને કુંડલ જોઈયે છર્યો, માટે તમારી ઈંદ્રાણીનાં કુંડલ આપજે. તે સાંભળી ઇદ્ર કુંડલ આપ્યાં નહીં. તેવારે સિદ્ધાર્થ રાજા સેન્યા લઈ ઈંદ્ર સામે યુદ્ધ કરવા ગયે. તિહાં ઇંદ્ર મહારાજ તો જીતવા સમર્થ છે પરંતુ જાણી બૂઝીને હાર્યો. તેવારેં સિદ્ધાર્થ રાજાર્યો અપ્સરાના વૃદ મધ્યેથી રૂદન કરતી એવી ઈંદ્રાણીનાં કુંડલ લઈને ત્રિશલા રાણીને આપ્યાં દોહેલે પૂર્ણ કર્યો. વલી બીજાં પણ સત્તરભેદી પૂજા રચાવું, સુપાત્રે દાન આપું, દેવ