________________
૧૨૪
શ્રી કલ્પસૂત્રસ્ય માલાવમેવ
એવા અભિગ્રહ લીધે। જે મહારાં માતા પિતા જ્યાં સુધી જીવતાં હાય, ત્યાં સુધી માતા પિતાને દુ:ખ ઉપજે, માટે ગૃહસ્થપણું મૂકીને મહારે શ્રમણુ થાવું નહીં, એટલે દીક્ષા લેવી નહીં. તેવાર પછી ત્રિશલા રાણી સ્નાન કરી, કૌતુકને અર્થે, કાજલ, તિલક પ્રમુખ કીધાં. દહીં, ધરા, પ્રમુખ માંગલિક કીધાં, પ્રાયશ્ચિત્ત દુઃસ્વપ્ન વિધ્વંસ કર્મ કીધાં. યાવત્ સર્વ અલકારે કરી વિભૂષિત થઇથકી ગર્ભની પ્રતિપા લના કરતી હવી, તે કહે છે. શ્લેક:--વાતલૈશ્ચ ભવેન્ગર્ભ, કુબ્જા ધેાજડવા મન: ૫ પિત્તલૈકર્યું રાજને, શ્ચિત્ર:પાંડુકફ઼ા મભિઃ ॥ ૧ ॥ અથ:--ઘણાં વાયુ કરનારી વસ્તુ ખાય તેા ગર્ભ કૂમડા થાય, અંધ થાય, વામનેા થાય, ઘેહેલેા થાય. પિત્તની કરનારી વસ્તુ ખાય, તેા ખલને હરણ કરે. કારી વસ્તુ ખાવાથી નિર્મૂલ તથા અંધ, કૂબડા ઇત્યાદિક ગુણુ વાલા થાય. એવુ વૈદક ગ્રંથમાં કહ્યું છે. વલી વાગભટ્ટ ગ્રંથમાં કહ્યું છે, તે કહે છે:--ઘણું ઉનું ખાય તેા ખલ હરણુ કરે. માટે ગર્ભિણી અતિ ઉના આહાર ન કરે, તેમ અતિ ટાઢા આહાર પણ ન કરે, તેમજ અતિ તીખા, અતિ કડવા, અતિ શાયેલા, અતિ ખાટા, અતિ મીઠા, અતિ લૂખા, અતિ ચાપડયા, અતિ શુકે, એવા આહાર પણ ન કરે, પરંતુ સાધારણ આહાર કરે.
ગર્ભવતી સ્ત્રીયે આટલાં વાનાં ન કરવાં. ઘણું સુએ તા પુત્ર આલસુ થાય. ઘણુ અંજન કરે, તેા પુત્ર આંધલે થાય. ઘણું રૂવે, તેા પુત્ર પીલે થાય. ઘણું તૈલમન કરે