________________
૧૨૦
શ્રી કષસૂત્રસ્ય બાલાવબોધઃ
કામનાં નથી, હું મંદ ભાગ્યવાલી છું, હે પાપિષ્ટ ! દુષ્ટ ! મૂર્તિમંત પાનક અકાર્યનાં સરજનાર ! નિર્લજજ ! તેં માહારા ઉપર વૈર ધરીને એવા દુ:ખ સમુદ્રમાં નાખી છે તો મેં તાહાર શો અપરાધ કીધું છે? તે પ્રગટ થઈને કાં કહેતું નથી? નિ:કારણ દુઃખ મુજને શા વાસ્ત આપે છે? તુને શે. ઉદ્ઘભે આપી? | ૮ किहां गइ कुलदेवी, आज करी न संभाल ॥ ए जीवित धन सुख, शुं कीजें सुकुमाल॥ पूछे तिम सहियर, तिम तिम दुःख बहु साले ॥ मूर्छा लही जाणी, शीतल जलशुं वाले ॥९॥
અર્થ–વલી મહારી કુલદેવી પણ કિહાં ગઈ? જેને એટલા દિવસ પૂજતાં, માનતાં, તે પણ તે મહારી સંભાલા કરતી નથી? દુખમાંથી છોડાવતી નથી. તો તે મહારી કુલદેવી પણ નથી. માટે હવે આ ગર્ભ વિના મહારૂં જીવિતવ્ય નિફલ છે. ધન, ધાન્ય કોઠારને તથા બીજાર્યો પણ સુખને હું શું કરું? એવી રીતે રાણીને દુ:ખણી દેખીને સખિયો પૂછે છે કે બાઈ! તમને શું દુઃખ પ્રાપ્ત થયું છે? તે જેમ જેમ સખિયે પૂછે, તેમ તેમ વલી રાણીને ઘણું દુઃખ હૈયામાં શાલવા માંડે અને તે દુઃખ વેગે મૂચ્છ લહીને ધરતી ઉપર હેઠી પડે. એવી રણને દેખી સખીયે તેને વીંજણે કરી વાયરે કરવા માંડે, અને ટાઢું પાણી છાંટવા લાગીએ. તેથી રાણી પાછી સાવચેત થઈ તેવારે વલી પણ વિલાપ કરવા લાગી અને સખીઓ પ્રમુખ પરિવાર કહેવા લાગી જે મહારા ગર્ભને કુશલ નથી. તે સાંભલી સખી કહેવા લાગી કે રે બાઈ ! સર્વ ભલું થાશે; તાહારા ગર્ભને કુશલ ખેમ