________________
ચોથું વ્યાખ્યાન.
૧૩
તિર્ય લેકનિવાસી વિતાઢય પર્વતની મેખલા રહેનારા,
વ્યંતરનિકાયના જંભક નામેં દે તેણે ઘણા જૂના મોટા નિધાન લઈને, તે કોના નિધાન લઈને ? તે કે જેના સ્વામી ક્ષય થઈ ગયા છે, જેના સેવનાર હીન થયા છે, જેનાં ગોત્ર કુલ હીન થઈ ગયાં છે, જેના સ્વામી વિછેદ ગયા છે, એવાં ગઢ સહિત તથા નદી પર્વતેં વીંટયા જે નગર, ખેટ, મંડપ, દ્રોણ, મુખ, પાટણ, આશ્રમ તથા સાથ ઉતરે, તેવાં સ્થાનક, સન્નિવેશ, સિઘોડાના માર્ગને વિષે, ત્રણ શેરીના માર્ગને વિષે, ચેકને વિષે, ચાચરને વિષે, ચઉમુખના માર્ગને વિષે, જૂના ગ્રામ સ્થાનકે, ઉજજવલ નગર સ્થાનકે, ગામના પાણીના ખાલને વિષે, નગરના ચોમાસાના પાણી જવાના ખાલને વિષે, દેવકુલને વિષે, સભાને વિષે, પર્વતને વિષે, આરામને વિષે, ઉદ્યાનને વિષે, વનને વિષે, વનખંડને વિષે, મશાણને વિષે, શુન્યવરને વિષે, પર્વતની ગુફાને વિષે, પાષાણને વિષે, દાટેલાં જે ધન હોય, તે સર્વ ધન સંહરાવીને સિદ્ધાર્થ રાજાના ઘરને વિષે મૂકે, પછી તે દેવતાઓયે અણઘડ્યા સુવર્ણની, વસ્ત્રની, આભરણની, પાનની, ફૂલની, ફલની, નાલિયરની, શાલિ, ધૂમ, ગુંચ્યાં ફૂલ, ભલા ગંધ, અબિર, ઘનસાર, કસ્તુરી, બાવનાચંદન, રત્નાદિ હીરા, લાલ પ્રવાલની તિર્યકુ જંભક દેવતાઓ સિદ્ધાર્થના ઘરને વિષે વૃષ્ટિ કરે. તે દિવસેંથી સિદ્ધાર્થ રાજા, સુવણે કરી, રનૅ કરી, ધનૅ કરી, ધાન્ચે કરી, રાજે કરી, દેશે કરી, બેલે કરી, હાથી કરી, ઘડે કરી, ભંડારે કરી, કઠારે કરી, નગરે કરી, અંત:પુરે કરી, જનપદદેશે કરી, જશવાદે