________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ:
પગ, સુકુમાલ વાશે, પંચેંદ્રિયે હીન નહીં થાશે પણ પરિપૂર્ણ થાશે. બત્રીસ લક્ષણ, વ્યંજન, મસા, તિલ, પ્રમુખ ગુણે કરી સહિત, ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્યાદિક ગુણે સહિત એવો પુત્ર થાશે. તે બાલ અવસ્થા છેડશે, તેવારે સર્વ કલામાં નિપુણ થાશે, મોટા દેશ, નગર, ભંડાર, રાજ્યને ધણી થાશે. એવું રાજાના મુખથી સાંભળીને રાણી ઘણો હર્ષ પામી, સંતેષ પામી, રાજાને પગે લાગી મુખથી એમ કહેતી હવી, કે હે સ્વામી! તમેં કહ્યું તે સર્વ સાચું છે, એ અર્થ, બેટ નથી, એમાં સંદેહ નથી, હું પણ એજ અર્થ ઈચ્છું છું, વાંછું છું, કહું છું. એમ ત્રણ વાર કહે. પછી રાજાયે રાણીને શીખ દીધી, રાણી સિંહાસનકી હેઠી ઉતરીને પોતાના સુવાના ઘરમાં આવી શય્યા ઉપર બેસીને વિચાર કરવા લાગી કે હવે મહારે સૂવું નહીં, કારણકે સૂતાં થકાં ખોટાં સ્વપ્ન આવે, તે એને અર્થ નિષ્ફલ થાય તે માટે બેસી રહેવું, ધર્મ ઉદ્યમ કરવો સારો છે, પણ સૂવું નહીં. એમ પોતે - જાગતાં સખીઓને જગાવતાં તેમની સાર્થે વાર્તાલાપ કરતાં પ્રભાત થયે છે ૧ છે कल्पवृक्ष जिम फूल्यो फल्यो, बादलथी जिम रवि नीकल्यो । तिम आवी बेठो आस्यान, तेडे कोडंबिक पुरुष प्रधान ॥२॥
અર્થ:હવે રાજા સાક્ષાત્ કલ્પવૃક્ષની પેરે શોભે છે, એટલે જેમ કલ્પવૃક્ષ મનવાંછિત માગ્યાં ફલ આપે, તેમ રાજા પણ યાચક જનેને મુહ માગ્યું દાન દેતે હો. વલી આભૂષણે કરી કેહેવો દેખાય છે? કે જે વાદલામાંથી સૂર્ય નિકલતે દેખાય, તે રાજ સ્નાનઘરમાંથી નિકલતે દેખાય