________________
સ્વપ્ન ફળી.
હવે ચિદમે સ્વને નિમ અગ્નિ દીઠે, તેનું વર્ણન કરે છે. તે અગ્નિ ધૂમાડા રહિત છે, ઉજજવલ વાલા છે, મધ તથા વૃતે સીચે થકે છે, ધગધગતી, દીપતી દશે. દિશાથે પસરતી તેજવંત વલી ઉંચી, નીચી જવાલાના યોગ સહિત મહેમાંહે પેસતી એવી જ્વાલામેં આકાશરુ૫ કેયલાને પચવ, અતિ વેગે ચંચલ, એ અગ્નિ, આકાશમાં પ્રવેશ કરતે ત્રિશલા રાણીયું દીઠે છે ૧૪ છે
એવી રીતે ચૌદ સુપન દેખીને ત્રિશલા રાણુ શસ્યા માંહેથી જાગીને મનમાં હર્ષ પામતી થકી જેમ મેઘની ધારાયે હયું જે કંદબના વૃક્ષનું ફૂલ, તેની પેરે હઈયું ફૂલ્યું છે જેનું, તથા સાડા ત્રણ કોડ રેમરાય ઉલ્લાસને પામ્યાં છે જેનાં એવી થકી, તે ચૌદ સુપનને નહીં વીસરે, એવી રીતે મનમાં ધારીને શય્યાથકી હેઠી ઉતરે, ઉતરીને બાજોઠ ઉપર આવે, આવીને પછી બાજોઠથી હેઠી ઉતરે, ઉતરીને ધીમે ધીમે રાજહંસના સરખી ગતિયે ચાલતી થકી જિહાં પોતાને ભર્તાર સિદ્ધાર્થ ક્ષત્રિય છે તિહાં આવે, આવીને મીઠા વચને જગાડે, જગાડીને એમ કહે કે હે મહારાજ! આપને કલ્યાણનાં કરનાર એવાં ગજ વૃષભાદિક ચૌદ સુપન મેં દીઠાં. તે સાંભલી રાજા પિતાની બુદ્ધિયે કરી રાણેને તે સુપનનું ફૂલ કહે છે. કે હે રાણી! તુમેં જે સુપન દીઠાં, તે સુપન અત્યંત શ્રીકાર છે. એથી રોગ જાય, નીરોગતા થાય, દ્રવ્યને લાભ, રાજ્યનો લાભ, પુત્રને લાભ, સુખને લાભ હશે. નવ માસ ઉપર સાડા સાત દિવસ ગયા પછી આપણું કુલમાં દીવા સમાન પુત્ર હશે. ધન ધાન્યને દેનાર થાશે, તેના હાથ,