________________
પૂ. ગુરૂવર્ય ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મ. સાહેબને
છે સમર્પણ છે.
સંસારની ચોરાશી લાખ શેરીઓમાં રખડનાર મહારાજાના સૈનિકની ઝપટમાં ઝપટાયેલે
માટે જ સર્વથા અનાથ બનેલે એ હું શિક્ષિત થવા માટે આપશ્રીના ચરણમાં દીક્ષિત થયે
અને શિલ્પીના હાથે પડેલો પત્થર ટાંકણું અને હથેડાને માર ખાઈને પૂજ્યતમ આકારને બનવા પામે છે તેમ હું પણ કઈક બનવા પામ્યો છું તેથી આપશ્રીના અનંત ઉપકારને લાભ મેળવીને
- કૃતકૃત્ય થયેલો એ હું આશ્રવ સંવર તત્વના ખજાના સ્વરૂપ પ્રશ્નવ્યાકરણ” નામના આગમીય ગ્રન્થને આપશ્રીના કરકમળમાં સમર્પણ કરીને
ધન્ય બનવા પામું છું.
સં. ૨૦૪૧ માગસર સુદિ ૧૦ (દીક્ષાને દિવસ)
લિ. ભવદીય, -પં. બી પૂર્ણાનંદવિજય
(કુમાર શ્રમણ )